Home State Gujarat Ahmedabad Hit-and-Run Horror: અમદાવાદમાં હીટ એન્ડ રન, દસક્રોઈમાં કાળમુખા ટેમ્પોએ સાડા ત્રણ...

Ahmedabad Hit-and-Run Horror: અમદાવાદમાં હીટ એન્ડ રન, દસક્રોઈમાં કાળમુખા ટેમ્પોએ સાડા ત્રણ વર્ષના માસૂમને કચડ્યો, 3 હોસ્પિટલો બદલવા છતાં જીવ ન બચ્યો

0
253
Ahmedabad Hit-and-Run Horror
Ahmedabad Hit-and-Run Horror

Ahmedabad Hit-and-Run Horror: અમદાવાદના આઉટર વિસ્તાર ગણાતા દસક્રોઈ તાલુકાના ગામડી ગામ પાસે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. માતા સાથે કરિયાણાની ખરીદી કરીને ઘર પાસે રસ્તા કિનારે ઊભેલા સાડા ત્રણ વર્ષના માસૂમ બાળકને એક બેફામ સ્પીડે આવતા પિક-અપ ટેમ્પોએ અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાળકનું SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

Ahmedabad Hit-and-Run Horror

Ahmedabad Hit-and-Run Horror: માતા સાથે ખરીદી કરીને આવ્યો અને કાળ ભેટ્યો

મૂળ મહેસાણા જિલ્લાના વતની અને હાલ ગામડી ગામ પાસે રહીને મજૂરી કામ કરતા નવઘણભાઈ ઝાલાનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ક્રિષ્ણા આ કાળમુખા અકસ્માતનો ભોગ બન્યો છે. ગત ૨૧ મેની સાંજે ક્રિષ્ણાની માતા વર્ષાબહેન અન્ય મહિલા અને બાળકો સાથે વટવા વિસ્તારમાં કરિયાણું ખરીદવા ગયા હતા. સાંજે આશરે 7 વાગ્યે તેઓ રિક્ષા બાંધીને ગામડી સ્થિત ‘સ્વાસ્તિક-2’ ફ્લેટ્સ નજીક પોતાના ઘર પાસે પરત ઉતર્યા હતા.

Ahmedabad Hit-and-Run Horror: પિક-અપ ટ્રકે પાછળથી મારી જોરદાર ટક્કર

પરિવાર હજુ રસ્તાની સાઈડમાં ઊભો જ હતો, તે દરમિયાન અચાનક પાછળથી આવી રહેલા એક પિક-અપ ટ્રકના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને બેજવાબદારીપૂર્વક હંકારી લાવી માસૂમ ક્રિષ્ણાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોનું વ્હીલ બાળક પર ફરી વળતાં તેને માથાના પાછળના ભાગે તેમજ શરીરે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને બેફામ ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

Ahmedabad Hit-and-Run Horror: માસૂમનો જીવ બચાવવા પરિવારે આકાશ-પાતાળ એક કર્યા

લોહીલુહાણ હાલતમાં તરફડતા માસૂમ ક્રિષ્ણાને બચાવવા માટે પરિવારે ભારે દોડધામ કરી હતી:

  • ગંભીર હાલતમાં બાળકને સૌપ્રથમ વટવાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
  • ત્યાં સ્થિતિ વધુ બગડતાં તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
  • અંતે વધુ સારવાર માટે તેને એસવીપી (SVP) હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ટૂંકી સારવાર બાદ રાત્રે ૧૦:૩૪ વાગ્યે ફરજ પરના તબીબોએ માસૂમ ક્રિષ્ણાને મૃત જાહેર કર્યો હતો. ઘટના સમયે વટવા ખાતે મજૂરી કામે ગયેલા પિતાને આ અઘટિત ઘટનાની જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને બાળકના મૃતદેહને જોઈ હીબકે ચડ્યા હતા.

Ahmedabad Hit-and-Run Horror: પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

આ ચકચારી મામલે વિવેકાનંદનગર પોલીસે અજાણ્યા પિક-અપ ટ્રકના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિટ એન્ડ રનની આ ઘટનાને અંજામ આપી નાસી છૂટેલા નિર્દયી ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે હાઈવે અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવાની તજવીજ શરૂ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વડોદરામાં ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો, ખંડેરાવ માર્કેટમાં લાયસન્સ વિના ચાલતી 12 ફ્રૂટની દુકાનો સીલ, ₹48,500નો દંડ વસૂલાયો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે