PM Modi in Australia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે, જ્યાં તેમણે મેલબોર્નમાં ‘ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ’ અને ‘ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શન’માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયાને વૈશ્વિક અનિશ્ચિતતા અને ઉર્જા સંકટના સમયમાં ‘વિશ્વસનીય ભાગીદાર’ (Trusted Partners) ગણાવ્યા હતા.

PM Modi in Australia: પ્રવાસના મુખ્ય અંશો અને મહત્વની જાહેરાતો:
- આર્થિક સંબંધોમાં ઉછાળો: પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં બંને દેશો વચ્ચેનો વેપાર બમણો થઈને 8.5 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. હવે બંને દેશો ‘સીકા’ (CECA – Comprehensive Economic Cooperation Agreement) કરાર તરફ આગળ વધી રહ્યા છે.
- ન્યુક્લિયર સેક્ટરમાં સહયોગ: ભારતે ન્યૂક્લિયર સેક્ટર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂક્યું છે. વડાપ્રધાને કહ્યું કે ઓસ્ટ્રેલિયાનો યુરેનિયમ ભંડાર ભારતની 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા મેળવવાની ક્ષમતાને નવી ગતિ આપી શકે છે.
- ટેકનોલોજી અને સંશોધન: AI, ક્વોન્ટમ મિશન અને સેમિકન્ડક્ટર પ્રોગ્રામ માટે ભારત સરકારે 10 બિલિયન ડોલરથી વધુનો સહયોગ જાહેર કર્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયા સાથે મળીને ગ્લોબલ સોલ્યુશન તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
- શિક્ષણ અને ટેલેન્ટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શિક્ષણ અને કૌશલ્યના ક્ષેત્રમાં ‘નેચરલ સિનર્જી’ છે. ડીકિન અને વોલોન્ગોંગ યુનિવર્સિટી દ્વારા ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલવાને તેમણે આત્મવિશ્વાસનું પ્રતીક ગણાવ્યું હતું.
- પ્રવાસી ભારતીયો સાથે સંવાદ: પીએમ મોદી મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં 40,000 ભારતીય મૂળના લોકોને સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ સાથે સેલ્ફી પણ લીધી હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

PM Modi in Australia: ભવિષ્યની વ્યૂહરચના
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આપણે આપણા રાજ્યો, નાના શહેરો અને ઉદ્યોગોને પણ આ ભાગીદારીમાં હિતધારક (Stakeholders) બનાવવા પડશે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ખનિજ સંપત્તિ અને ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના સમન્વયથી બંને દેશો નવી ઊંચાઈઓ સર કરશે.



વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, આજે 4 જિલ્લામાં યલો એલર્ટ, આગામી 24 કલાકમાં રાહતની શક્યતા

