Corruption Crackdown: ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિજિલન્સ વિભાગે આગ્રાથી નિવૃત્ત થયેલા આસિસ્ટન્ટ વિભાગીય પરિવહન અધિકારી (ARTO) લલિત કુમારના લખનઉ સ્થિત આવાસ પર દરોડા પાડીને કરોડોની અપ્રમાણસર મિલકત જપ્ત કરી છે. લગભગ 26 કલાક સુધી ચાલેલી આ કાર્યવાહીમાં તપાસ એજન્સીને સોનું, ચાંદી, રોકડ અને અનેક સ્થાવર મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે.

Corruption Crackdown: દરોડામાં મળી આવેલી સંપત્તિની વિગતો:
વિજિલન્સની ટીમે ઘરના ખૂણે-ખૂણેથી છુપાવેલી સંપત્તિ શોધી કાઢી હતી, જેની કુલ કિંમત અંદાજે 35 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે:
- કિંમતી ધાતુઓ: 13 કિલો સોનું અને 9 કિલો ચાંદી, જેની અંદાજિત કિંમત 20 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત હીરાના આભૂષણો પણ મળી આવ્યા છે.
- રોકડ રકમ: દિવાલો અને પેકેટોમાં છુપાવેલી 1.62 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે.
- સ્થાવર મિલકત: લખનઉ, નોઈડા, બારાબંકી અને રાયબરેલીમાં અનેક મકાનો, પ્લોટ અને કૃષિ જમીનના દસ્તાવેજો મળી આવ્યા છે, જેની કિંમત લગભગ 13 કરોડ રૂપિયા છે.
- અન્ય: વૈભવી કારો, એક રિવોલ્વર અને વિવિધ બેંક રોકાણો તથા મ્યુચ્યુઅલ ફંડમાં 1 કરોડથી વધુનું રોકાણ હોવાના પુરાવા મળ્યા છે.

Corruption Crackdown: તપાસનું કારણ
લલિત કુમાર જ્યારે કાનપુરમાં રિજનલ ઇન્સ્પેક્ટર (ટેકનિકલ) તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે 2024માં તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ હતી. ટ્રાન્સપોર્ટ કમિશનરની મંજૂરી બાદ વિજિલન્સે તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે તેમની કાયદેસરની કમાણી 93.26 લાખ રૂપિયા હતી, પરંતુ તેમણે કુલ 1.61 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. તેમની આવક કરતાં 73.6 ટકા વધુ ખર્ચ અને મિલકતો અંગે તેઓ તપાસકર્તાઓને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

આ મામલે હવે વિજિલન્સ વિભાગ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ભારત-ઓસ્ટ્રેલિયાની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત, PM મોદી અને એન્થની અલ્બેનીઝ વચ્ચે મહત્વની ચર્ચાઓ

