Ahmedabad Bomb Threat Case: એરપોર્ટ અને સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર ‘બીકોમ’ પાસ વેપારી ઝડપાયો, ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલું છે કનેક્શન

0
87
Ahmedabad Bomb Threat Case
Ahmedabad Bomb Threat Case

Ahmedabad Bomb Threat Case: શહેરના ગુજસેલ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખસને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી ભાવેશ પટેલ ઉચ્ચ શિક્ષિત અને આર્થિક રીતે સદ્ધર હોવા છતાં તેણે આ ગંભીર ગુનાઇત કૃત્ય કેમ કર્યું, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

Ahmedabad Bomb Threat Case

Ahmedabad Bomb Threat Case: શું હતી સમગ્ર ઘટના?

ગઈ ૨૫મી માર્ચ ૨૦૨૬ના રોજ એરપોર્ટ ઓથોરિટીને એક ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. આ મેઈલમાં એવી માંગ કરવામાં આવી હતી કે, જો અગાઉ પકડાયેલા આરોપી સૌરભ વિશ્વાસને મુક્ત કરવામાં નહીં આવે, તો ગુજસેલ એરપોર્ટ અને શહેરની શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આ ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી અને સાયબર ક્રાઈમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Ahmedabad Bomb Threat Case: પોલીસે કેવી રીતે ઉકેલ્યો ભેદ?

સાયબર ક્રાઈમ DCP ડો. લાવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં નીચે મુજબની વિગતો સામે આવી છે:

  • ટેકનિકલ તપાસ: ધમકી આપવા માટે ‘bhavesh4518’ જીમેઈલ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • પુરાવા: પોલીસે ભાવેશ પટેલની અટકાયત કરી તેના મોબાઈલની તપાસ કરતા, રિસાયકલ બિનમાંથી ડિલીટ કરી દેવાયેલા ઈમેઈલના પુરાવાઓ મળી આવ્યા હતા.
  • કબૂલાત: આરોપીએ સ્વીકાર્યું છે કે આ મેઈલ તેના જ મોબાઈલ ડિવાઈસ પરથી મોકલવામાં આવ્યો હતો.

Ahmedabad Bomb Threat Case: આરોપીનું પ્રોફાઈલ અને સંભવિત કારણ

આરોપી ભાવેશ પટેલ બી.કોમ. ગ્રેજ્યુએટ છે અને તે કન્સ્ટ્રક્શન તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા વ્યવસાય સાથે સંકળાયેલો છે. નવાઈની વાત એ છે કે, ભાવેશ તેના મિત્રની કંપની સાથે મળીને ગુજસેલ એરપોર્ટ પર જ યોજાતા વિવિધ કાર્યક્રમોના ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો. પ્રાથમિક તપાસમાં એવી આશંકા છે કે એરપોર્ટના કામકાજને લગતી કોઈ અંગત અદાવતના કારણે તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.

Ahmedabad Bomb Threat Case: પોલીસની આગામી કાર્યવાહી

પોલીસ અત્યારે એ તપાસી રહી છે કે ભાવેશે આ કૃત્ય કોઈના દબાણમાં આવીને કર્યું છે કે અન્ય કોઈની ઉશ્કેરણીથી. આ ઉપરાંત, સૌરભ વિશ્વાસ સાથે તેનો શું સંબંધ છે અને ધમકી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, તે જાણવા માટે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વડોદરામાં PM મોદીના ભવ્ય કાર્યક્રમ માટે 300 બસોની ફૌજ, ગરમીને જોતા પાલિકા દ્વારા ઠંડા પીણા અને મેડિકલ ટીમની વિશેષ વ્યવસ્થા