Home State Gujarat Tragedy in Ahmedabad: સાસરિયાના ત્રાસે લીધો પરિણીતાનો ભોગ; લગ્નના ગણતરીના મહિનામાં જ...

Tragedy in Ahmedabad: સાસરિયાના ત્રાસે લીધો પરિણીતાનો ભોગ; લગ્નના ગણતરીના મહિનામાં જ વેજલપુરની દીકરીએ પિયરમાં ટૂંકાવ્યું જીવન

0
255
Tragedy in Ahmedabad
Tragedy in Ahmedabad

Tragedy in Ahmedabad: શહેરના વેજલપુર વિસ્તારમાં સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે સામાજિક કુરીવાજો અને માનસિક ત્રાસની એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. લગ્નના માત્ર એક જ વર્ષમાં સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ પોતાના પિયરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.

Tragedy in Ahmedabad

Tragedy in Ahmedabad: લગ્નના બે મહિનામાં જ ‘નરક’ જેવી જિંદગી

મૃતક પરિણીતાના લગ્ન માર્ચ 2025માં ન્યૂ વાસણા વિસ્તારના શ્રેયાંક ઠાકોર સાથે થયા હતા. સુખી સંસારના સપનાઓ સાથે સાસરે ગયેલી દીકરીને લગ્નના માત્ર બે જ મહિનામાં સાસરિયાઓના ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. પરિણીતા બ્યુટીપાર્લરમાં કામ કરીને કમાતી હતી, પરંતુ તેનો તમામ પગાર સાસરિયાઓ પડાવી લેતા હતા, જ્યારે પતિ પોતાની કમાણી શેરબજારમાં ઉડાવતો હતો.

Tragedy in Ahmedabad: ત્રાસની પરાકાષ્ઠા: અંધશ્રદ્ધા અને આર્થિક લાલચ

પરિણીતાના પિતાએ પોલીસ ફરિયાદમાં સાસરિયાઓના અત્યાચારની ચોંકાવનારી વિગતો વર્ણવી છે:

  • અંધશ્રદ્ધા: માસિક ધર્મના નામે સાસુ દર મહિને પરિણીતાને એક અઠવાડિયું પિયર કાઢી મુકતા હતા.
  • આર્થિક દબાણ: નવું ટુ-વ્હીલર લેવા પિયરમાંથી 20,000 રૂપિયા લાવવા દબાણ કરાતું હતું. ઉપરાંત, પરિણીતાની જૂની કાર વેચવાના 50,000 રૂપિયા પણ પતિને જોઈતા હતા.
  • અમાનવીય વર્તન: પતિને જબરદસ્તી બૂટ-મોજા પહેરાવવા અને થાકીને ઘરે આવે તો પણ આરામ ન કરવા દેવા જેવો માનસિક ત્રાસ અપાતો હતો.

Tragedy in Ahmedabad: અંતિમ ફોન કોલ અને આત્મહત્યા

ગયા મહિને કારના પૈસા મુદ્દે ઝઘડો થતા પરિણીતા પિયર આવી ગઈ હતી. ગત 24મી એપ્રિલે જ્યારે માતા-પિતા ઘરે નહોતા, ત્યારે તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી. તપાસમાં બહાર આવ્યું છે કે આપઘાત પહેલાં પતિ સાથે તેની 4 મિનિટ વાત થઈ હતી અને વોટ્સએપ પર છૂટાછેડા બાબતે ચર્ચા થઈ હતી.

પોલીસ કાર્યવાહી

વેજલપુર પોલીસે મૃતકના પિતા કિશોરભાઈ માલવિયાની ફરિયાદના આધારે પતિ શ્રેયાંક ઠાકોર અને સાસુ રેખાબેન વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે મોબાઈલ ચેટ અને કોલ ડિટેલ્સના આધારે પુરાવા એકત્ર કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શંખેશ્વર પાસે કાળમુખો અકસ્માત સ્પોર્ટ્સ બાઇક અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં બે લોકોના કમકમાટીભર્યા મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે