Radhe-Radhe & Records: આઈપીએલ 2026ની 47મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કરતા લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ઈતિહાસનો પોતાનો સૌથી મોટો રનચેઝ સફળતાપૂર્વક પૂર્ણ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા બીમાર હોવાના કારણે આ મેચમાં સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી.

Radhe-Radhe & Records: રોહિત શર્માની ધમાકેદાર વાપસી

પાંચ મેચ બાદ ટીમમાં વાપસી કરી રહેલા પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ મેદાન પર આવતાની સાથે જ લખનઉના બોલરો પર આક્રમણ કર્યું હતું. રોહિતે માત્ર 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી અને કુલ 84 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 7 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટન વચ્ચે પ્રથમ વિકેટ માટે 143 રનની મજબૂત ભાગીદારી થઈ હતી, જે આ સિઝનમાં આ જોડી વચ્ચેની ત્રીજી સદીની ભાગીદારી છે. અંતમાં વિલ જેક્સે આવેશ ખાનની બોલ પર સિક્સર ફટકારીને મુંબઈને જીત અપાવી હતી.
Radhe-Radhe & Records: મેચના ટોપ-4 રેકોર્ડ્સ

- મુંબઈનો સૌથી મોટો રનચેઝ: મુંબઈએ લખનઉ દ્વારા આપવામાં આવેલ 229 રનનો વિશાળ ટાર્ગેટ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
- લખનઉનો શ્રેષ્ઠ પાવરપ્લે સ્કોર: લખનઉ સુપર જાયન્ટ્સે પાવરપ્લેમાં ધમાકેદાર બેટિંગ કરતા 1 વિકેટે 90 રન બનાવ્યા હતા, જે આઈપીએલમાં તેમનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ પાવરપ્લે સ્કોર છે.
- નિકોલસ પૂરનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી: નિકોલસ પૂરને વાનખેડેમાં માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સાથે તેણે આઈપીએલમાં 5મી વખત 20થી ઓછી બોલમાં ફિફ્ટી કરવાનો રેકોર્ડ બનાવ્યો.
- સફળ ઓપનિંગ જોડી: રોહિત અને રિકેલ્ટન વચ્ચેની 143 રનની પાર્ટનરશિપ મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈપણ વિકેટ માટે પાંચમી સૌથી મોટી ભાગીદારી બની ગઈ છે.
Radhe-Radhe & Records: મેચની મુખ્ય આકર્ષક ક્ષણો (Top Moments)

- રઘુ શર્માની ભાવુક ક્ષણ: મુંબઈના બોલર રઘુ શર્માએ આઈપીએલની પોતાની પ્રથમ વિકેટ લીધા બાદ ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને બધાને બતાવી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું: “રાધે-રાધે. ગુરુદેવની દિવ્ય કૃપાથી આજે 15 વર્ષનો દર્દભર્યો પ્રવાસ સમાપ્ત થયો. આ અવસર માટે મુંબઈ ઇન્ડિયન્સનો આભાર.”
- બુમરાહની વિકેટ નો-બોલ નીકળી: જસપ્રીત બુમરાહે હિંમત સિંહને આઉટ કર્યો હતો, પરંતુ રિપ્લેમાં તેનો પગ ક્રીઝની બહાર હોવાનું જણાતા અમ્પાયરે તેને નો-બોલ જાહેર કર્યો હતો અને લખનઉને જીવનદાન મળ્યું હતું.
- રિષભ પંત અને નમન ધીરના કેચ છૂટ્યા: લખનઉના કેપ્ટન રિષભ પંત જ્યારે શૂન્ય રન પર હતા ત્યારે વિકેટકીપર રિકેલ્ટનથી તેમનો કેચ છૂટી ગયો હતો. બીજી તરફ, મુંબઈના નમન ધીરનો કેચ પણ શૂન્યના સ્કોર પર જોશ ઇંગ્લિશે છોડ્યો હતો.
- ડેબ્યૂ બોલ પર સિક્સર: લખનઉ તરફથી ડેબ્યૂ કરી રહેલા બેટર અક્ષત રઘુવંશીએ પોતાની આઈપીએલ કરિયરના પહેલા જ બોલ પર વિલ જેક્સ સામે 89 મીટરનો શાનદાર નો-લુક સિક્સર ફટકાર્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કેરલમમાં ડાબેરીઓના ગઢમાં ગાબડું: ભાજપે ખોલાવ્યું ખાતું, ચથન્નૂર બેઠક પર બી.બી. ગોપકુમારની ઐતિહાસિક જીત




