BJP Opens Account in Kerala: કેરલમમાં ડાબેરીઓના ગઢમાં ગાબડું: ભાજપે ખોલાવ્યું ખાતું, ચથન્નૂર બેઠક પર બી.બી. ગોપકુમારની ઐતિહાસિક જીત

0
105
BJP Opens Account in Kerala
BJP Opens Account in Kerala

BJP Opens Account in Kerala: કેરલમ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોએ રાજ્યના રાજકીય ઇતિહાસમાં નવો વળાંક આપ્યો છે. એક તરફ જ્યાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન UDF એ ભવ્ય જીત મેળવી સત્તામાં વાપસી કરી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાનું ખાતું ખોલાવીને ડાબેરીઓના ‘અભેદ્ય ગઢ’માં મસમોટું ગાબડું પાડ્યું છે.

BJP Opens Account in Kerala: ચથન્નૂરમાં ભાજપનો ભગવો લહેરાયો

BJP Opens Account in Kerala

ચથન્નૂર બેઠક પર ભાજપના ઉમેદવાર બી. બી. ગોપકુમારે શાનદાર પ્રદર્શન કરતા ડાબેરી કિલ્લાને ધ્વસ્ત કર્યો છે. તેમણે સીપીઆઇ (CPI) ના ઉમેદવાર આર. રાજેન્દ્રનને અંદાજે ૪,૦૦૦ મતોથી પરાજય આપ્યો છે. નોંધનીય છે કે ૨૦૨૧ની ચૂંટણીમાં આ બેઠક ડાબેરીઓએ ૧૭,૦૦૦ મતોની જંગી સરસાઈથી જીતી હતી, જે આ વખતે ભાજપે આંચકી લીધી છે.

BJP Opens Account in Kerala: ચથન્નૂર બેઠકનો મતોનો આંકડો:

  • બી. બી. ગોપકુમાર (BJP): ૫૦,૦૦૦થી વધુ મત
  • આર. રાજેન્દ્રન (CPI): ૪૭,૦૦૦થી વધુ મત
  • સૂરજ રવી (કોંગ્રેસ): ૩૫,૦૦૦થી વધુ મત
  • અરૂણ (AAP): માત્ર ૬૨૭ મત

આમ આદમી પાર્ટી (AAP) માટે આ બેઠક પર પરિણામો અત્યંત નિરાશાજનક રહ્યા છે, જ્યાં તેમના ઉમેદવારને ૧,૦૦૦થી પણ ઓછા મત મળ્યા છે.

કેરલમમાં સત્તા પરિવર્તન: UDF ને ૧૦૦ બેઠકો

કેરલમની કુલ ૧૪૦ વિધાનસભા બેઠકોના વલણો મુજબ, રાજ્યમાં હવે કોંગ્રેસ પ્રેરિત UDF ની સરકાર બનવા જઈ રહી છે. બેઠકોનું વિશ્લેષણ નીચે મુજબ છે:

પક્ષ / ગઠબંધનબેઠકો
UDF (કોંગ્રેસ ગઠબંધન)૧૦૦
LDF (ડાબેરી ગઠબંધન)૩૫
BJP (ભાજપ)૦૨
અન્ય૦૩

રાષ્ટ્રીય સ્તરે રાજકીય ચિત્ર

માત્ર કેરલમ જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના પરિણામો પણ ચોંકાવનારા રહ્યા છે:

  • પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને મસમોટી પછડાટ આપી ભાજપમાં ‘કમળ’ ખીલ્યું છે.
  • તમિલનાડુ: અભિનેતા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કડગમ (TVK) એ પ્રથમ ચૂંટણીમાં જ સત્તાના શિખર સુધી પહોંચી ઈતિહાસ રચ્યો છે.
  • આસામ અને પુડુચેરી: આ બંને રાજ્યોમાં પણ ભાજપે પોતાની પકડ મજબૂત રાખી સત્તા જાળવી રાખી છે.

કેરલમમાં ભાજપનું ખાતું ખુલવું અને બે બેઠકો પર વિજય મેળવવો એ દક્ષિણ ભારતના રાજકારણમાં ભાજપ માટે લાંબા ગાળાનો મોટો ફાયદો માનવામાં આવી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવ માટે અંહી ક્લિક કરો: આસામમાં ‘મામા’નો મેજિક, હિમંત બિશ્વા સરમાની હેટ્રિક, ‘મિયા પોલિટિક્સ’ થી લઈને ‘ગવર્નન્સ’ સુધી – ભાજપની જીતના 5 મોટા કારણો