Home State Gujarat Tragedy Near Jodiya: જામનગરના જોડીયા-ધ્રોલ હાઈવે પર ટ્રક પાછળ બોલેરો ઘૂસી ગઈ,...

Tragedy Near Jodiya: જામનગરના જોડીયા-ધ્રોલ હાઈવે પર ટ્રક પાછળ બોલેરો ઘૂસી ગઈ, મેળામાં જતા યુવાનનું કરુણ મોત

0
204
Tragedy Near Jodiya
Tragedy Near Jodiya

Tragedy Near Jodiya: જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં જામદુધઈ રોડ પર બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સનસાઇન સ્કૂલ પાસે આગળ જતાં ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બોલેરો પીકઅપ વેન ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બોલેરો ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.

Tragedy Near Jodiya

Tragedy Near Jodiya: અચાનક બ્રેક મારતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના વતની અબ્દુલગફાર અબ્દુલમજીદ મન્સૂરી (ઉ.વ. 35) પોતાની બોલેરો પીકઅપ લઈને દેવભૂમિ દ્વારકાના વરવાળા ખાતેના ઉર્ષના મેળામાંથી પરત ફરી રહ્યા હતા. તેઓ મોરબી જિલ્લાના આમરણ ખાતે ભરાનારા મેળામાં જઈ રહ્યા હતા ત્યારે સવારે 9 વાગ્યાની આસપાસ જામદુધઈ ગામ પાસે આ દુર્ઘટના બની હતી. આગળ જઈ રહેલા ટ્રક ચાલક ધર્મેન્દ્રકુમાર પાલે અચાનક અને બેદરકારીપૂર્વક બ્રેક મારતા પાછળ આવતી બોલેરો ટ્રકના ઠાઠામાં ઘૂસી ગઈ હતી.

Tragedy Near Jodiya: એકનું મોત, એક ઇજાગ્રસ્ત

આ અકસ્માત એટલો જોરદાર હતો કે બોલેરો ચાલક અબ્દુલગફારને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જ્યારે તેમની સાથે સવાર રામસેવક સોનકર નામના શખ્સને માથામાં ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી

મૃતકના નાના ભાઈ અબ્દુલજબ્બાર મન્સૂરીએ આ મામલે જોડીયા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 106(1), 125(એ), 281 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતીઓને ગરમીમાંથી મળશે આંશિક રાહત પારો 2 થી 3 ડિગ્રી ગગડશે, જાણો હવામાન વિભાગની આગાહી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે