Home State Gujarat Weather Update: ગુજરાતીઓને ગરમીમાંથી મળશે આંશિક રાહત પારો 2 થી 3 ડિગ્રી...

Weather Update: ગુજરાતીઓને ગરમીમાંથી મળશે આંશિક રાહત પારો 2 થી 3 ડિગ્રી ગગડશે, જાણો હવામાન વિભાગની આગાહી

0
154
Weather Update
Weather Update

Weather Update: છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. ભેજવાળા પવનો ફૂંકાવાને કારણે આકરા તાપની તીવ્રતામાં ઘટાડો થશે, જેનાથી લોકોને બફારા અને ગરમીથી થોડી શાંતિ મળશે.

Weather Update

Weather Update: તાપમાનમાં કેમ થશે ઘટાડો?

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યારે પવનોની દિશા બદલાઈ છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફના પવન 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. આ ભેજવાળા પવનોને કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો નીચે ઉતરશે. જોકે, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે.

Weather Update: અમદાવાદ અને રાજકોટની સ્થિતિ

છેલ્લા અઠવાડિયામાં અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી જતાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. રાજકોટમાં પણ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધારે છે. હાલમાં પણ રાજ્યના 7 જેટલા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, પરંતુ હવે તેમાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે.

મે મહિનામાં રેકોર્ડ તૂટવાની ભીતિ

હાલ એપ્રિલ મહિનો પૂરો થવાને આરે છે અને મે મહિનો શરૂ થવાનો છે. ગુજરાતમાં મે મહિનો સૌથી ગરમ ગણાય છે. વર્ષ 2016ના મે મહિનામાં અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C જેટલું વિક્રમી તાપમાન નોંધાયું હતું. નિષ્ણાતોના મતે, આગામી 24 કલાકમાં હીટવેવના ખતરાને જોતા પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જે આવનારા દિવસોમાં જૂના રેકોર્ડ તોડે તેવી પણ શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખી આગ: વૈષ્ણોદેવીથી પરત ફરતા એક જ પરિવારના 5 સભ્યો જીવતા સળગ્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે