HomeDeshRCB vs GT: બેંગલુરુમાં સાઈ સુદર્શનનું તોફાન, સીઝનની બીજી સદી ફટકારી; GTએ...

RCB vs GT: બેંગલુરુમાં સાઈ સુદર્શનનું તોફાન, સીઝનની બીજી સદી ફટકારી; GTએ RCB સામે ખડક્યો મોટો સ્કોર

RCB vs GT: IPL-2026ની 34મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. આ મેચમાં ગુજરાતના યુવા સ્ટાર બેટર સાઈ સુદર્શને વિસ્ફોટક બેટિંગ કરતા આ ટુર્નામેન્ટની પોતાની બીજી સદી ફટકારી છે.

RCB vs GT: સાઈ સુદર્શનની શાનદાર સેન્ચુરી

RCB vs GT: બેંગલુરુમાં સાઈ સુદર્શનનું તોફાન, સીઝનની બીજી સદી ફટકારી

ગુજરાત ટાઇટન્સ માટે સાઈ સુદર્શન આજે આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. તેણે મેદાનની ચારેબાજુ શૉટ્સ ફટકારીને માત્ર 100 રન બનાવી આઉટ થયો હતો. તેની આ ઇનિંગને કારણે ગુજરાતે મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે.

RCB vs GT: પાટીદારે જીત્યો ટૉસ, બોલિંગનો નિર્ણય

RCBના કેપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે, પાટીદાર અત્યારે શાનદાર ફોર્મમાં છે અને આ સીઝનમાં 22 સિક્સર સાથે સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે હૈદરાબાદનો અભિષેક શર્મા (27 સિક્સર) છે.

પોઇન્ટ્સ ટેબલની સ્થિતિ

  • RCB: 6 મેચમાં 4 જીત સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
  • GT: 6 મેચમાં 3 જીત અને 6 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

RCB vs GT: બેંગલુરુમાં સાઈ સુદર્શનનું તોફાન, સીઝનની બીજી સદી ફટકારી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને રાસિખ સલામ ડાર.

ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, માનવ સુથાર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજકોટનું કરોડોનું ફુલેકું ફેરવનાર પાંભર દંપતી સુરતથી ઝડપાયું ખોટા સોગંદનામા કરી દુબઈની સહેલગાહ કરી આવ્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments