Home Desh High-Stakes Battle: લોકશાહીનું મહાપર્વ પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું 91% અને તમિલનાડુમાં 84%...

High-Stakes Battle: લોકશાહીનું મહાપર્વ પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું 91% અને તમિલનાડુમાં 84% રેકોર્ડબ્રેક મતદાન

0
270
High-Stakes Battle
High-Stakes Battle

High-Stakes Battle:દેશના રાજકીય માહોલ વચ્ચે આજે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં લોકશાહીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ૨૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાયેલા મતદાનમાં મતદારોએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ૧૫૨ બેઠકો પર આશ્ચર્યજનક ૯૧.૪૬ ટકા મતદાન નોંધાયું છે, જ્યારે તમિલનાડુની તમામ ૨૩૪ બેઠકો પર સરેરાશ ૮૪.૪૧ ટકા મતદાન થયું છે.

High-Stakes Battle: બંગાળમાં મતદાનના તમામ રેકોર્ડ તૂટ્યા

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં જનતાએ ૧૪૭૮ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ કર્યું છે. વર્ષ ૨૦૧૧ પછીના મતદાનના આંકડા પર નજર કરીએ તો આ વખતે સૌથી વધુ વોટિંગ થયું છે:

  • ૨૦૧૧: ૮૪.૭૨%
  • ૨૦૧૬: ૮૩.૦૨%
  • ૨૦૨૧: ૮૨.૩૦%
  • ૨૦૨૬: ૯૧.૪૬% (પ્રથમ તબક્કો)

બંગાળની બાકીની ૧૪૨ બેઠકો માટે ૨૯ એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે.

High-Stakes Battle: તમિલનાડુમાં પણ ભારે ઉત્સાહ

તમિલનાડુમાં સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. અહીં DMK ની આગેવાની હેઠળના ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધન અને AIADMK-BJP ના ‘એનડીએ’ (NDA) ગઠબંધન વચ્ચે સીધો જંગ છે. રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ૮૪ ટકાથી વધુ મતદાન થતા રાજકીય ગણિતો તેજ બન્યા છે.

High-Stakes Battle

High-Stakes Battle: રાજકીય હલચલ અને નિવેદનો

  • સુવેન્દુ અધિકારીનો દાવો: ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચ શાંતિપૂર્ણ મતદાન કરાવવામાં સફળ રહ્યું છે. મારા અંદાજ મુજબ અમે પ્રથમ તબક્કાની ૧૨૫ બેઠકો જીતી રહ્યા છીએ. પરિણામોમાં ૮૫ ટકા હિન્દુ મતો ભાજપની સાથે જોવા મળશે.”
  • કેજરીવાલ કરશે પ્રચાર: મમતા બેનર્જીના આમંત્રણ પર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી ૨૬-૨૭ એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં TMC માટે પ્રચાર કરશે.

નિષ્કર્ષ:

બંને રાજ્યોમાં મહિલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બંગાળમાં TMC અને BJP વચ્ચેની કાંટાની ટક્કર અને તમિલનાડુમાં સત્તાપરિવર્તન કે પુનરાવર્તનની લડાઈ વચ્ચે આ બમ્પર વોટિંગ કોના પક્ષમાં જશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સાક્ષી ખાનીયા હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, એકતરફી પ્રેમી અને તેના મિત્રને આજીવન કેદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે