Home State Gujarat Chilling Video from Gir: ગીરમાં રુંવાડા ઉભા કરી દેતી ઘટના શિકાર છોડી...

Chilling Video from Gir: ગીરમાં રુંવાડા ઉભા કરી દેતી ઘટના શિકાર છોડી સિંહે બાળકી પાછળ દોટ મૂકી, સેલ્ફીના મોખમાં જીવનું જોખમ

0
230
Chilling Video from Gir
Chilling Video from Gir

Chilling Video from Gir: ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી ગામડાઓમાં સિંહોની અવરજવર હવે સામાન્ય બની છે, પરંતુ વિસાવદરના રતાંગ ગામે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનાએ સમગ્ર પંથકમાં ફાળ પાડી દીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દેખાય છે કે, કઈ રીતે લોકોની બેદરકારીને કારણે એક માસૂમ બાળકીનો જીવ જોખમમાં મુકાયો હતો.

Chilling Video from Gir

Chilling Video from Gir: શું હતી સમગ્ર ઘટના?

Chilling Video from Gir

ગામની શેરીમાં એક સિંહ પશુનું મારણ કરીને મિજબાની માણી રહ્યો હતો. આ દ્રશ્ય જોવા માટે સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ મર્યાદા વટાવીને સિંહની એકદમ નજીક જઈ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી વીડિયો ઉતારવાનું અને સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું. સતત થતા ઘોંઘાટ અને મોબાઈલના પ્રકાશથી વનરાજ વિચલિત થયા હતા.

અચાનક, સિંહે પોતાનો શિકાર છોડી નજીક ઉભેલી એક માસૂમ બાળકી પાછળ દોટ મૂકી હતી. સિંહને પોતાની તરફ આવતો જોઈ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને બાળકીની ચીસાચીસથી ગામ ગુંજી ઉઠ્યું હતું.

Chilling Video from Gir: લોકોના દેકારાથી ટળી મોટી હોનારત

Chilling Video from Gir

જેવો સિંહે બાળકી તરફ હુમલો કરવા પ્રયાસ કર્યો, કે તરત જ હાજર લોકોએ જોરશોરથી દેકારો અને અવાજ કરવાનું શરૂ કર્યું હતું. સદનસીબે, લોકોના વિરોધ અને અવાજને કારણે સિંહ બાળકી સુધી પહોંચે તે પહેલા જ પાછો વળી ગયો હતો. આ થોડી સેકન્ડોના દ્રશ્યોએ જોનારાના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

Chilling Video from Gir: તંત્રની ઘોર ઉદાસીનતા

Chilling Video from Gir

નવાઈની વાત એ છે કે, રતાંગ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદારનું શાસન છે. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં ગામના વહીવટદાર ચિરાગ ઠુમ્મરે આ બાબતે અજાણ હોવાનું જણાવી તંત્રની ઉદાસીનતા છતી કરી છે. વન વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચેના સંકલનના અભાવે સિંહો હવે જંગલ છોડી રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે.

વન વિભાગની ચેતવણી: > સિંહો સ્વભાવે શાંત હોય છે, પરંતુ જ્યારે તેમને ખોરાક લેતી વખતે ખલેલ પહોંચાડવામાં આવે કે ચારેબાજુથી ઘેરી લેવામાં આવે ત્યારે તેઓ રક્ષણાત્મક રીતે આક્રમક બની શકે છે.

 લાલબત્તી સમાન કિસ્સો

આ ઘટના વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકો માટે લાલબત્તી સમાન છે. સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે કે વીડિયો બનાવવા માટે વનરાજાની નજીક જવું જીવલેણ સાબિત થઈ શકે છે. જો લોકોએ સમયસૂચકતા વાપરી ન હોત, તો આ કુતૂહલ મોટી દુર્ઘટનામાં પરિણમી શક્યું હોત.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: લોકશાહીનું મહાપર્વ પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું 91% અને તમિલનાડુમાં 84% રેકોર્ડબ્રેક મતદાન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે