Home State Gujarat Sakshi Khaniya Murder Case: સાક્ષી ખાનીયા હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, એકતરફી પ્રેમી...

Sakshi Khaniya Murder Case: સાક્ષી ખાનીયા હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, એકતરફી પ્રેમી અને તેના મિત્રને આજીવન કેદ

0
361
Sakshi Khaniya Murder Case
Sakshi Khaniya Murder Case

Sakshi Khaniya Murder Case: કચ્છના ચકચારી ‘સાક્ષી ખાનીયા હત્યા કેસ’માં ભુજ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોલેજ કન્યાની નિર્મમ હત્યા કરનાર મુખ્ય આરોપી મોહિત સિદ્ધપુરા અને તેને મદદ કરનાર તેના મિત્ર જયેશ ઠાકોરને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે.

Sakshi Khaniya Murder Case: શું હતી સમગ્ર ઘટના?

Sakshi Khaniya Murder Case

ગાંધીધામના ભારતનગરની રહેવાસી ૧૯ વર્ષીય સાક્ષી ખાનીયા ભુજની સંસ્કાર કોલેજમાં બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ જ્યારે સાક્ષી શિક્ષણકાર્ય પૂરું કરીને કોલેજ ગેટ બહાર નીકળી રહી હતી, ત્યારે અગાઉથી ટાપીને બેઠેલા મોહિતે તેના ગળા પર છરી ફેરવી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ સાક્ષીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Sakshi Khaniya Murder Case: તપાસમાં થયેલા ખુલાસા:

  • એકતરફી પ્રેમ: આરોપી મોહિત સાક્ષીના પડોશમાં જ રહેતો હતો અને તેના પર એકતરફી પ્રેમમાં દબાણ કરતો હતો.
  • ધમકીઓ અને હેરાનગતિ: સાક્ષી ભુજ ભણવા આવી છતાં મોહિત તેને વારંવાર ફોન કરી ગાંધીધામ આવવા દબાણ કરતો અને માતા-પિતાને જાણ કરવાની ધમકી આપતો હતો.
  • પૂર્વ આયોજિત કાવતરું: હત્યાના દિવસે મોહિત તેના મિત્ર જયેશ ઠાકોર સાથે અંજારથી છરી ખરીદીને કોલેજ પહોંચ્યો હતો.

Sakshi Khaniya Murder Case: કોર્ટનો કડક ચુકાદો:

ભુજ પ્રિન્સીપલ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ આ કેસની ગંભીરતાને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓ અને ૩૧ સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી કોર્ટે: ૧. મુખ્ય આરોપી મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા અને મદદગાર જયેશ ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે. ૨. બંને આરોપીઓને ૨૫,૨૫ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ ચુકાદાથી મૃતક સાક્ષીના પરિવારને ન્યાય મળ્યો છે અને સમાજમાં ગુનેગારો વચ્ચે કડક સંદેશ ગયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સેન્સેક્સમાં 700 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 24,200ની નીચે સરક્યો, રોકાણકારોમાં ફફડાટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે