Fuel Price Hike: પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો: ઈરાન યુદ્ધના કારણે ‘નયારા’એ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું કર્યું, જાણો ગુજરાતમાં શું છે નવો ભાવ

0
96
Fuel Price Hike

Fuel Price Hike: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારતીય ઈંધણ બજાર પર જોવા મળી રહી છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની નયારા એનર્જી’ (Nayara Energy) એ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ ગુજરાતમાં નયારાના પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ₹100ની નજીક પહોંચી ગઈ છે.

Fuel Price Hike: ગુજરાતમાં નવા ભાવની સ્થિતિ

Fuel Price Hike

નયારા એનર્જી દ્વારા કરવામાં આવેલા વધારા બાદ ગુજરાતમાં કિંમતો નીચે મુજબ છે:

  • પેટ્રોલ: ₹5 પ્રતિ લિટરના વધારા સાથે હવે ₹99.34 થયું.
  • ડીઝલ: ₹3 પ્રતિ લિટરના વધારા સાથે હવે ₹92.90 થયું. (નોંધ: અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક ટેક્સ અને વેટના આધારે ભાવમાં થોડો ફેરફાર હોઈ શકે છે.)

Fuel Price Hike: સરકારી કંપનીઓએ હજુ ભાવ રાખ્યા સ્થિર

રાહતની વાત એ છે કે IOCL, HP અને BP જેવી સરકારી તેલ કંપનીઓએ હાલમાં સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. કેન્દ્ર સરકારે પણ આશ્વાસન આપ્યું છે કે દેશમાં ક્રૂડ ઓઈલનો પૂરતો ભંડાર છે અને હાલ કોઈ અછત સર્જાય તેવી સ્થિતિ નથી, તેથી કિંમતો વધારવાની ઉતાવળ કરવામાં આવશે નહીં.

 પ્રીમિયમ પેટ્રોલ અને બલ્ક ડીઝલ પહેલેથી જ મોંઘું

Fuel Price Hike

સામાન્ય ઈંધણ ભલે સ્થિર હોય, પરંતુ ગયા અઠવાડિયે સરકારી કંપનીઓએ પણ:

  • પ્રીમિયમ પેટ્રોલ: ₹2 પ્રતિ લિટર વધાર્યું હતું.
  • બલ્ક ડીઝલ: ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગો માટે વપરાતા ડીઝલમાં ₹22 પ્રતિ લિટરનો તોતિંગ વધારો કર્યો છે.
Fuel Price Hike

4. ક્રૂડ ઓઈલ $100 ને પાર

28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર થયેલા હુમલા બાદ વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં આગ લાગી છે. બ્રેન્ટ ક્રૂડ જે અગાઉ $70 પર હતું, તે હવે $100 પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થયેલા આશરે 50% ના વધારાને કારણે ખાનગી કંપનીઓ માટે જૂના ભાવે વેચાણ કરવું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો :ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે 254 PSIને પ્રમોશન સાથે બદલીના આદેશ