HomeGujaratWeather in Gujrat:ભર ઉનાળે માવઠાની આફત ગુજરાતમાં 29-30 માર્ચે કમોસમી વરસાદની આગાહી,...

Weather in Gujrat:ભર ઉનાળે માવઠાની આફત ગુજરાતમાં 29-30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, 6 જિલ્લામાં ‘યલો એલર્ટ’ સાથે દરિયો ન ખેડવા ચેતવણી

Weather in Gujrat:ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત વચ્ચે હવે કુદરતનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાત અને પંચમહાલ પટ્ટામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

Weather in Gujrat: આ 6 જિલ્લાઓમાં વરસાદની વધુ શક્યતા

હવામાન વિભાગે કમોસમી વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને નીચેના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે:

  • કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર. આ બે દિવસ દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.
Weather in Gujrat

Weather in Gujrat: માછીમારો માટે ચેતવણી

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની બદલાતી દિશાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે 28 અને 29 માર્ચ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી છે. ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના તેજ પવનને કારણે દરિયામાં કરંટ જોવા મળી શકે છે.

ગરમીનો પારો 38 ડિગ્રીને પાર

માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનું જોર પણ યથાવત છે. આજે રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલું તાપમાન:

  • અમરેલી: 38.5°C (સૌથી વધુ)
  • રાજકોટ: 38.0°C
  • અમદાવાદ: 37.0°C
  • ગાંધીનગર: 36.5°C લઘુતમ તાપમાન સૌથી ઓછું કંડલામાં 18.6°C નોંધાયું છે. આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા ન હોવાથી ગરમી અને બફારાનો અનુભવ ચાલુ રહેશે.
Weather in Gujrat

કેમ આવશે માવઠું?

હવામાન નિષ્ણાતોના મતે, હાલમાં ગુજરાત પર બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. તેની સાથે જ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો લાવશે, જેના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો: ઈરાન યુદ્ધના કારણે ‘નયારા’એ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું કર્યું, જાણો ગુજરાતમાં શું છે નવો ભાવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments