Rajya Sabha Elections:3 રાજ્યોની 11 બેઠકો માટે મતદાન ચાલુ , બિહારમાં નીતિશ કુમાર મેદાનમાં તો હરિયાણા-ઓડિશામાં ક્રોસ-વોટિંગનો ફાળ

0
126

Rajya Sabha Elections:દેશના ત્રણ મહત્વના રાજ્યો—બિહાર, હરિયાણા અને ઓડિશામાં રાજ્યસભાની ખાલી પડેલી 11 બેઠકો માટે આજે, 16 માર્ચના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 37 બેઠકોમાંથી 26 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા બાદ, બાકીની 11 બેઠકો માટે ખરાખરીનો જંગ જામ્યો છે. ખાસ કરીને બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે ઉમેદવાર હોવાથી સૌની નજર આ ચૂંટણી પર ટકેલી છે.

Rajya Sabha Elections: બિહાર: 5 બેઠકો માટે 6 ઉમેદવારો, ઓવૈસી ફેક્ટર બન્યું નિર્ણાયક

Rajya Sabha Elections

બિહારમાં પાંચમી બેઠક માટે જંગ રસપ્રદ બન્યો છે. NDA અને મહાગઠબંધન વચ્ચે આંકડાકીય ખેંચતાણ શરૂ થઈ છે.

  • NDA ના ઉમેદવારો: નીતિશ કુમાર (JDU), રામનાથ ઠાકુર (JDU), નીતિન નવીન (BJP), શિવેશ કુમાર (BJP) અને ઉપેન્દ્ર કુશવાહા (RLM).
  • મહાગઠબંધન: RJD ના અમરેન્દ્ર ધારી સિંહ મેદાનમાં છે.
  • ટ્વિસ્ટ: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ના 5 ધારાસભ્યોએ RJD ને ટેકો જાહેર કરતા NDA ના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. કુશવાહાને જીતવા માટે વધારાના 3 મતોની જરૂર છે.

Rajya Sabha Elections: હરિયાણા: કોંગ્રેસે ધારાસભ્યોને શિમલા મોકલ્યા

હરિયાણાની 2 બેઠકો માટે 3 ઉમેદવારો વચ્ચે ટક્કર છે.

  • ભાજપના સંજય ભાટિયાની જીત નિશ્ચિત મનાય છે, પરંતુ બીજી બેઠક માટે કોંગ્રેસના કરમવીર બૌદ્ધ અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સતીષ નંદલ વચ્ચે સીધી ટક્કર છે.
  • ભૂતકાળમાં થયેલા ક્રોસ-વોટિંગના કડવા અનુભવોને લીધે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સુરક્ષિત રીતે શિમલાના રિસોર્ટમાં રાખ્યા હતા અને આજે મતદાન માટે પરત લાવ્યા છે.

 ઓડિશા: 4 બેઠકો માટે 5 ઉમેદવારો

ઓડિશામાં પણ ગણિત ગૂંચવાયું છે. અહીં ભાજપે મનમોહન સમાલ અને સુજીત કુમારને ઉતાર્યા છે, જ્યારે અપક્ષ દિલીપ રેને ટેકો આપ્યો છે. સામે છેડે BJD એ સંત્રુત મિશ્રાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ અને BJD ના સમર્થનથી ચોથી બેઠક જીતવાનો પ્રયાસ છે, પરંતુ અહીં પણ ભાજપ દ્વારા સેંધ મારવાની શક્યતાએ ‘ટેન્શન’ વધાર્યું છે.

 રાજ્યસભાનું આંકડાકીય ગણિત (16 માર્ચ 2026)

રાજ્યખાલી બેઠકોઉમેદવારોમુખ્ય મુકાબલો
બિહાર56ઉપેન્દ્ર કુશવાહા (NDA) vs અમરેન્દ્ર ધારી સિંહ (RJD)
હરિયાણા23કરમવીર બૌદ્ધ (INC) vs સતીષ નંદલ (IND-BJP Supported)
ઓડિશા45BJD-Congress Alliance vs BJP Supported Independent

આ પણ વાંચો :ઓડિશામાં કાળમુખી આગ: કટકની સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, ICUમાં સારવાર લઈ રહેલા 10 દર્દીઓ જીવતા ભૂંજાયા