Home State Gujarat Gujarat Govt Decision: ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે સરકારનો મોટો નિર્ણય: PNG-LPG બંને...

Gujarat Govt Decision: ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે સરકારનો મોટો નિર્ણય: PNG-LPG બંને કનેક્શન ધરાવતા પરિવારોએ બુધવાર સુધીમાં LPG સરેન્ડર કરવું પડશે

0
337
Gujarat Govt Decision

Gujarat Govt Decision: ગુજરાતમાં હાલમાં સર્જાયેલી ગેસ પુરવઠાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે કમર કસી છે. વર્ષ 2026-27ના અંદાજપત્રની જાહેરાત વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો નિર્ણય એ છે કે જે ગ્રાહકો પાસે PNG (પાઈપ લાઈન) અને LPG (સિલિન્ડર) એમ બંને સુવિધા છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન જમા કરાવવું પડશે.

Gujarat Govt Decision: સિલિન્ડરના પુરવઠામાં 20%નો વધારો

Gujarat Govt Decision

અધિક મુખ્ય સચિવ મોના ખંધારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઘરેલુ LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સામાન્ય કરતાં 20% વધુ પુરવઠો ફાળવવામાં આવ્યો છે. જોકે, PNG નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં હવે PNG ને પ્રાથમિકતા આપવામાં આવશે.

Gujarat Govt Decision: મહત્વના સરકારી નિર્ણયો અને ફાળવણી:

સરકારે વિવિધ ક્ષેત્રો માટે LPGના વપરાશની મર્યાદા (કેપ) નક્કી કરી છે:

  • કેરોસીન વિતરણ: ગ્રામ્ય વિસ્તારો માટે વધારાના વિકલ્પ તરીકે 14.52 લાખ લિટર કેરોસીન ફાળવાયું છે. દરેક જિલ્લાને 36 હજાર લિટર જથ્થો મળશે, જેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન આપવામાં આવશે.
  • આવશ્યક સેવાઓ: હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને 100% પુરવઠો મળશે, જ્યારે ફાર્મા, ડેરી અને રેલવે કેન્ટીન જેવા ક્ષેત્રોને 70% પુરવઠો અપાશે.
  • ધાર્મિક સંસ્થાઓ: એક વર્ષથી સતત ભોજન સેવા આપતી સંસ્થાઓને 10% મર્યાદામાં કોમર્શિયલ LPG કનેક્શન અપાશે.

Gujarat Govt Decision: બુકિંગ માટેના નવા નિયમો

સર્વર પરનો ભાર ઘટાડવા અને સમાન વિતરણ માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે:

  • શહેરી વિસ્તાર: બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર રાખવું પડશે.
  • ગ્રામીણ વિસ્તાર: બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે 45 દિવસનું અંતર અનિવાર્ય છે.

ગેરરીતિ રોકવા કડક દેખરેખ

Gujarat Govt Decision

ગેસ એજન્સીઓ પર દેખરેખ રાખવા માટે રેવન્યૂ અને પોલીસ વિભાગના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં રાજ્યભરમાં સેંકડો સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી કાળાબજાર અટકાવી શકાય.

સરકારની નાગરિકોને અપીલ: > ગેસની બચત કરવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરવો, કઠોળ પલાળીને રાંધવા અને સોલર કુકર જેવા વૈકલ્પિક સ્ત્રોતો અપનાવવા. ઉપરાંત, ACનું તાપમાન 25°C કે તેથી વધુ રાખવા અને પેટ્રોલ-ડીઝલની બચત માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

હેલ્પલાઇન નંબર: LPG સંબંધિત કોઈ પણ પ્રશ્ન માટે નાગરિકો 1800-232-0222 પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો :હાટકેશ્વર બ્રિજ તોડવામાં વિલંબ સામે વેપારીઓનો હલ્લાબોલ ધૂળની ડમરીઓ અને ટ્રાફિકથી ત્રસ્ત દુકાનદારોએ સજ્જડ બંધ પાળ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે