Home State Gujarat Gandhinagar news :ગાંધીનગરમાં કરુણતા: GMCમાં ફરજ બજાવતી બે યુવતીઓએ કેનાલમાં કૂદીને કર્યો...

Gandhinagar news :ગાંધીનગરમાં કરુણતા: GMCમાં ફરજ બજાવતી બે યુવતીઓએ કેનાલમાં કૂદીને કર્યો સામૂહિક આપઘાત

0
277
Gandhinagar news
Gandhinagar news

Gandhinagar news :પાટનગરમાં ગત રાત્રિએ એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) માં ફરજ બજાવતી બે આશાસ્પદ યુવતીઓએ નભોઈ કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. કલાકોના સર્ચ ઓપરેશન બાદ ફાયર બ્રિગેડની ટીમે ઝુંડાલ કેનાલમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા છે.

Gandhinagar news :પરિવારને ફોન કરી મોતની છલાંગ લગાવી

Gandhinagar news

મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ (26 વર્ષ, નરોડા) અને રિપલ રાકેશભાઈ રાવત (24 વર્ષ, થલતેજ) તરીકે થઈ છે. આપઘાત કરતા પહેલા બંને યુવતીઓએ પોતપોતાના પરિવારજનોને ફોન કરીને આત્યંતિક પગલું ભરવા જઈ રહી હોવાની જાણ કરી હતી. ગભરાયેલા પરિવારો કેનાલ પર પહોંચે તે પહેલા જ બંનેએ મોતની છલાંગ લગાવી દીધી હતી અને પોતાના મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા હતા.

Gandhinagar news :GMCમાં સાથે ફરજ બજાવતી હતી બંને સખીઓ

આ બંને યુવતીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં થયેલી ભરતીમાં નોકરીએ લાગી હતી. જેમાં સેજલ વ્યવસાયવેરા વિભાગમાં અને રિપલ મહેકમ વિભાગમાં ફરજ બજાવતી હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી, પરંતુ આ મિત્રતાનો આ પ્રકારે કરુણ અંત આવશે તેની કોઈએ કલ્પના કરી નહોતી.

Gandhinagar news :કલાકોની જહેમત બાદ મળ્યા મૃતદેહ

બનાવની જાણ થતા જ અડાલજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. રાત્રિના અંધકારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાણીનો પ્રવાહ તેજ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી અને છેક ઝુંડાલ કેનાલ પાસેથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે.

આપઘાતનું કારણ અકબંધ

અડાલજ PI એલ. ડી. ઓડેદરાના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી કે મૃતકો પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. નોકરીનું ભારણ હતું કે અન્ય કોઈ અંગત સમસ્યા, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

એકસાથે બે યુવાન કર્મચારીઓના મોતથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફમાં અને મૃતકોના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતક યુવતીઓનાં નામ

1. સેજલબેન જશવંતભાઈ પટેલ( ઉંમર વર્ષ 26)

2. રિપલબેન રાકેશભાઈ રાવળ ( ઉંમર વર્ષ 24)

આ પણ વાંચો :ડીંડોલીમાં ચકચાર: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળી બે સખીઓની લાશ,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે