Home State Gujarat Tragedy in Surat: ડીંડોલીમાં ચકચાર: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળી બે સખીઓની લાશ,

Tragedy in Surat: ડીંડોલીમાં ચકચાર: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળી બે સખીઓની લાશ,

0
264
Tragedy in Surat
Tragedy in Surat

Tragedy in Surat: શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થિનીઓના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળપણથી સાથે ભણેલી અને ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે સખીઓએ આત્મઘાતી પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

Tragedy in Surat: કોલેજ જવા નીકળી હતી, પણ પરત ન ફરી

Tragedy in Surat

મૃતક યુવતીઓની ઓળખ રોશની શરદ શિરસાઠ (18 વર્ષ) અને જોસના અતુલ ચૌધરી (20 વર્ષ) તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંને યુવતીઓ સવારે 7 વાગ્યે કોલેજ જવા માટે નીકળી હતી. બપોરે 12:30 વાગ્યા સુધીમાં ઘરે પરત ન ફરતા અને ફોન ન ઉપાડતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. અંતે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા તેમનું લોકેશન સ્વામિનારાયણ મંદિર પાસે મળ્યું હતું.

Tragedy in Surat: બાથરૂમનો દરવાજો તોડ્યો ને સામે આવ્યું ભયાનક દ્રશ્ય

પરિવારના સભ્યો જ્યારે મંદિર પહોંચ્યા ત્યારે ત્યાં તેમની ગાડી પાર્ક કરેલી મળી આવી હતી. સમગ્ર પરિસરમાં તપાસ કર્યા બાદ એક બાથરૂમની લાઈટ ચાલુ જોઈ શંકા જતા પરિવારે દરવાજો તોડ્યો હતો. અંદર જોયું તો બંને યુવતીઓ બેભાન અવસ્થામાં પડી હતી. તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી.

Tragedy in Surat: ઘટનાસ્થળેથી ઝેરના પડીકા મળી આવ્યા

Tragedy in Surat

ડીંડોલી પોલીસના PI આર. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજ મુજબ બંને યુવતીઓ સવારે 7:15 વાગ્યે મંદિરમાં પ્રવેશી હતી અને 7:30 વાગ્યે બાથરૂમ તરફ ગઈ હતી. તપાસ દરમિયાન બાથરૂમમાંથી ઝેરના પડીકા મળી આવ્યા છે, જેને FSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ સામૂહિક આત્મહત્યાનો કિસ્સો હોવાનું જણાય છે.

Tragedy in Surat: બાળપણની અતૂટ દોસ્તીનો કરુણ અંત

comp 61 6 1772858033

મૃતક યુવતીઓના સંબંધીઓએ ભારે હૈયે જણાવ્યું કે, બંને પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી એક જ સ્કૂલમાં સાથે ભણી હતી. તેમની દોસ્તી ખૂબ જ ગાઢ હતી. નાનપણની આ મૈત્રીનો આ પ્રકારે કરુણ અંત આવતા બંને પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો છે.

પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. યુવતીઓએ આવું અંતિમ પગલું શા માટે ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :સૌરાષ્ટ્રમાં નિર્લિપ્ત ‘રાય’ રાજકોટ રેન્જમાં એન્ટ્રીથી માફિયાઓમાં ફફડાટ, બાહુબલીઓના ગઢમાં હવે કાયદાનું શાસન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે