Double Weather Impact: ગુજરાતમાં ઠંડી–ગરમીનો ડબલ ડોઝ, રાત્રે હાડ થીજવતી ઠંડી, દિવસે ગરમીનો અહેસાસ

0
289
Double Weather Impact
Double Weather Impact

Double Weather Impact: ગુજરાતમાં હાલ હવામાનમાં અનોખો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં રાત્રે કડક ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ રહી છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં લઘુતમ તાપમાન 13.8થી 22.8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 10 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી અને હવામાન શુષ્ક રહેશે.

Double Weather Impact

અચાનક વધેલી ઠંડીથી જનજીવન પ્રભાવિત

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાને ફરી પલટો લીધો છે. સવારની શરૂઆત ધુમ્મસ સાથે થઈ રહી છે અને સાંજ બાદ ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. પર્વતીય વિસ્તારોમાં સતત બરફવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં હાડ થીજવતા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત કુલ 8 રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે.

Double Weather Impact:ધુમ્મસના કારણે ટ્રેન-ફ્લાઈટ સેવાઓ ખોરવાવાની શક્યતા

સવારે ધુમ્મસ છવાતાં રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી રહી છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને ટ્રેન તથા ફ્લાઈટ સેવાઓ પર પણ અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

Double Weather Impact

Double Weather Impact:11 ફેબ્રુઆરીથી ફરી ગરમી વધશે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 7થી 11 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહી શકે છે, જેના કારણે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. જોકે 11 ફેબ્રુઆરી બાદ મહત્તમ તાપમાનમાં ફરી વધારો થવાની શક્યતા છે. રાત્રી દરમિયાન ઠંડીનો અહેસાસ યથાવત રહેશે. પવનની ગતિ હાલ ઘટશે, પરંતુ 11થી 16 ફેબ્રુઆરી દરમિયાન પવનની ઝડપ ફરીથી 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ થઈ શકે છે.

Double Weather Impact:આજે નોંધાયેલું લઘુતમ તાપમાન (°C)

અમદાવાદ – 18.6
અમરેલી – 17
વડોદરા – 19.4
ભાવનગર – 20.2
ભુજ – 16.8
દમણ – 19.8
દીવ – 18.7
દ્વારકા – 19.2
ગાંધીનગર – 17.8
કંડલા – 18.5
નલિયા – 13.8
ઓખા – 20.4
પોરબંદર – 20.3
રાજકોટ – 18.5
સુરત – 22.8
વેરાવળ – 20.5

હવામાન વિભાગે લોકોને ધુમ્મસ, ઠંડા પવન અને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Vadodara Tragedy: વડોદરામાં યુવતીએ એપાર્ટમેન્ટ પરથી મોતની છલાંગ લગાવી, CCTV સામે આવ્યા