Tejas Aircraft Crash: દુબઈ એર શોમાં LCA તેજસ ક્રેશ ; ભારતીય પાયલટ કર્તવ્ય નિભાવતાં શહીદ થયા , IAFએ તપાસના આદેશ આપ્યા .#TejasCrash, #DubaiAirShow, #LCAtejas, #IAF

0
133
Tejas Aircraft Crash
Tejas Aircraft Crash

Tejas Aircraft Crash: દુબઈ એર શો 2025 દરમિયાન શુક્રવારે (21 નવેમ્બર) ભારતીય સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ સાથે મોટી દુર્ઘટના ઘટી હતી. ત્યાંના સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2.10 વાગ્યે તેજસ વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને વિમાન જમીન સાથે અથડાતા ભારે વિસ્ફોટ સર્જાયો. ઘટના સમયે હજારો લોકો એર શોમાં હાજર હતા અને ફાઈટર જેટ્સના કરતબો જોઈ રહ્યા હતા. આ કરતબ દરમિયાન ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન એકાએક જમીન પર તૂટી પડ્યું, જેના કારણે એક શોકજનક જાનહાનિ થઈ.

Tejas Aircraft Crash:

Tejas Aircraft Crash: ભારતીય પાયલટનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત,

અહેવાલો અનુસાર, તેજસ ફાઈટર જેટના પાયલટને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાદમાં તેમનું મોત નિપજ્યું. આ દુઃખદ ઘટનાની પુષ્ટી ભારતીય વાયુસેનાએ કરી છે. IAFએ એક નિવેદનમાં જણાવ્યું કે, “દુબઈ એર શોમાં એરિયલ ડિસ્પ્લે દરમિયાન IAF તેજસ વિમાન ક્રેશ થયું. આ ઘટનામાં પાયલટનું અવસાન થયું છે. ભારતીય વાયુસેના આ અપૂરણીય ક્ષતિ પર ઊંડો શોક વ્યક્ત કરે છે અને શહીદ પાયલટના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરે છે.”

વિમાનના ક્રેશની ક્ષણો ખૂબ જ ભયજનક હતા. અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેજસ શાનદાર ઍરોબેટિક કરતબો રજૂ કરી રહ્યું હતું ત્યારે અચાનક જ વિમાનનું નિયંત્રણ બગડ્યું. થોડા જ સેકન્ડસમાં તેજસ સીધું જ જમીન તરફ ધસી આવ્યું અને ભારે અથડામણ સાથે ક્રેશ થતાં જ ભયાનક વિસ્ફોટ થયો. વિમાનના તૂટી પડતા જ આગની જ્વાળાઓ ઊંચે ઉઠી ગઈ અને સ્થળ પર હાહાકાર મચી ગયો.

તેજસ

દુર્ઘટનાના કારણોની પડતર તપાસ માટે હવાઈ દુર્ઘટના તપાસ કોર્ટની રચના કરવામાં આવી રહી છે. દુબઈ એર શો વિશ્વના સૌથી મોટા એર શોમાંથી એક છે, જ્યાં અનેક દેશો પોતાના અદ્યતન ફાઈટર જેટ્સ અને એરિયલ ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે. આ દુર્ઘટનાએ સમગ્ર ઈવેન્ટ અને રક્ષા ક્ષેત્રમાં એક શોકની લાગણી ફેલાવી છે.

વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો :

Bhavnagar :દેવળિયામાં પાટીદાર દંપતી પરના હુમલાનો જોરદાર પડઘો સુરતમાંથી 30 કારનો કાફલો પીડિતોને હૂંફ આપવા રવાના.