Home Breaking News Film ‘Maharaj : ફિલ્મ ‘મહારાજ’ ને લઈને હાઇકોર્ટમાં સુનાવણી, આવતીકાલે આવી શકે...

Film ‘Maharaj : ફિલ્મ ‘મહારાજ’ ને લઈને હાઇકોર્ટમાં સુનાવણી, આવતીકાલે આવી શકે છે ફેસલો

0
1102
Film 'Maharaj
Film 'Maharaj

Film ‘Maharaj : બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની મહારાજ ફિલ્મ ઉપર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે જજ સંગીતા વિશેનની બેન્સ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નેટફ્લિક્સ વતી સિનિયર એડવોકેટ મુકુ રોહતગી ઓનલાઈન હાઈકોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. ત્યારે યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે, અઢી કલાક ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી હતી. પરંતુ કોર્ટનો સમય પૂર્ણ થતાં વધુ સુનાવણી આવતીકાલે 2.30 વાગ્યે હાથ ધરાશે. ત્યાં સુધી ફિલ્મ પર સ્ટે યથાવત રાખવામાં આવ્યો છે.

Film 'Maharaj

Film ‘Maharaj :  ફિલ્મ પરનો વચગાળાનો સ્ટે દૂર કરાય: નેટફ્લિક્સ


Film ‘Maharaj :  નેટફ્લિક્સ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ પરનો વચગાળાનો સ્ટે દૂર કરાય, ભલે બાદમાં હાઇકોર્ટમાં સુનાવણી ચાલે, ફરિયાદીએ તેની અરજીમાં જણાવ્યુ છે કે, આ ફિલ્મ બદનક્ષી અને ધાર્મિક લાગણીઓ દુભાવનારી છે. સુપ્રીમ કોર્ટના ફૂલનફેવી કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ફૂલનદેવી એક ડાકુ રાણી હતી. તેમાં તેને કેટલીક વખત રેપ કરાય છે તે દર્શાવ્યું છે. તે એક પછાત જાતિથી હતી. તે કેસમાં કોર્ટે કહ્યું હતું કે, એક કલાકારે સમાજને દર્પણ બતાવ્યું છે. ‘કાયપો છે’ ફિલ્મને લગતી અરજી ઉપરનો ચુકાદો અને પદ્માવત ફિલ્મના કેસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

Film 'Maharaj

Film ‘Maharaj :  ફિલ્મ મહારાજ બદનક્ષી કેસ 1862 પર આધારિત છે

ભગવાન શ્રીકૃષ્ણના ભકતો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપભરી રજૂઆત કરાઈ હતી કે, મહારાજ ફિલ્મ એ મહારાજ બદનક્ષી કેસ 1862 પર આધારિત ફિલ્મ છે અને તેમાં વૈષ્ણવ- પુષ્ટિમાર્ગીય સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડતી વાતો અને ટિપ્પણીઓ, બાબતો રજૂ કરવામાં આવી છે. જેના કારણે જાહેર વ્યવસ્થાને વિપરીત અસરો થશે અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવવાની દહેશત છે.

Film ‘Maharaj :  હિન્દુ ધર્મની નિંદા કરતો ચુકાદો આપ્યો હતો

Film 'Maharaj

અરજદારપક્ષ તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોરાયું કે, મહારાજ બદનક્ષીનો કેસમાં 1862માં એ વખતે બોમ્બેની સુપ્રીમકોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિગીતો-સ્તોત્રો વિરૂધ્ધ નિંદાકારક ટિપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો, તેના આધાર પર આ ફિલ્મ બનાવાઈ છે અને જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચશે.

Film ‘Maharaj :  ગુપ્ત રીતે ઓટીટી પર આ વિવાદીત ફિલ્મ રિલીઝ કરવાનો પ્લાન

GQSVuaTX0AAG BH

વાસ્તવમાં, ફિલ્મનું ટ્રેલર કે કોઈ પ્રમોશનલ ઈવેન્ટ કર્યા વિના જ બારોબાર ગુપ્ત રીતે ઓટીટી પર આ વિવાદીત ફિલ્મ રિલીઝ કરી દેવાની ચાલ છે, તેથી હાઈકોર્ટે વિશાળ જનહિતમાં તાત્કાલિક તેના રિલીઝ પર રોક લગાવવી જોઇએ. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી આજે રિલીઝ થનારી મહારાજ ફિલ્મના રિલીઝ પર રોક લગાવી દીધી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે