Film ‘Maharaj : બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની મહારાજ ફિલ્મ ઉપર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે જજ સંગીતા વિશેનની બેન્સ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નેટફ્લિક્સ વતી સિનિયર એડવોકેટ મુકુ રોહતગી ઓનલાઈન હાઈકોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. ત્યારે યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે, અઢી કલાક ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી હતી. પરંતુ કોર્ટનો સમય પૂર્ણ થતાં વધુ સુનાવણી આવતીકાલે 2.30 વાગ્યે હાથ ધરાશે. ત્યાં સુધી ફિલ્મ પર સ્ટે યથાવત રાખવામાં આવ્યો છે.
Film ‘Maharaj : ફિલ્મ પરનો વચગાળાનો સ્ટે દૂર કરાય: નેટફ્લિક્સ
Film ‘Maharaj : નેટફ્લિક્સ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ પરનો વચગાળાનો સ્ટે દૂર કરાય, ભલે બાદમાં હાઇકોર્ટમાં સુનાવણી ચાલે, ફરિયાદીએ તેની અરજીમાં જણાવ્યુ છે કે, આ ફિલ્મ બદનક્ષી અને ધાર્મિક લાગણીઓ દુભાવનારી છે. સુપ્રીમ કોર્ટના ફૂલનફેવી કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ફૂલનદેવી એક ડાકુ રાણી હતી. તેમાં તેને કેટલીક વખત રેપ કરાય છે તે દર્શાવ્યું છે. તે એક પછાત જાતિથી હતી. તે કેસમાં કોર્ટે કહ્યું હતું કે, એક કલાકારે સમાજને દર્પણ બતાવ્યું છે. ‘કાયપો છે’ ફિલ્મને લગતી અરજી ઉપરનો ચુકાદો અને પદ્માવત ફિલ્મના કેસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
Film ‘Maharaj : ફિલ્મ મહારાજ બદનક્ષી કેસ 1862 પર આધારિત છે
ભગવાન શ્રીકૃષ્ણના ભકતો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપભરી રજૂઆત કરાઈ હતી કે, મહારાજ ફિલ્મ એ મહારાજ બદનક્ષી કેસ 1862 પર આધારિત ફિલ્મ છે અને તેમાં વૈષ્ણવ- પુષ્ટિમાર્ગીય સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડતી વાતો અને ટિપ્પણીઓ, બાબતો રજૂ કરવામાં આવી છે. જેના કારણે જાહેર વ્યવસ્થાને વિપરીત અસરો થશે અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવવાની દહેશત છે.
Film ‘Maharaj : હિન્દુ ધર્મની નિંદા કરતો ચુકાદો આપ્યો હતો
અરજદારપક્ષ તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોરાયું કે, મહારાજ બદનક્ષીનો કેસમાં 1862માં એ વખતે બોમ્બેની સુપ્રીમકોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિગીતો-સ્તોત્રો વિરૂધ્ધ નિંદાકારક ટિપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો, તેના આધાર પર આ ફિલ્મ બનાવાઈ છે અને જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચશે.
Film ‘Maharaj : ગુપ્ત રીતે ઓટીટી પર આ વિવાદીત ફિલ્મ રિલીઝ કરવાનો પ્લાન
વાસ્તવમાં, ફિલ્મનું ટ્રેલર કે કોઈ પ્રમોશનલ ઈવેન્ટ કર્યા વિના જ બારોબાર ગુપ્ત રીતે ઓટીટી પર આ વિવાદીત ફિલ્મ રિલીઝ કરી દેવાની ચાલ છે, તેથી હાઈકોર્ટે વિશાળ જનહિતમાં તાત્કાલિક તેના રિલીઝ પર રોક લગાવવી જોઇએ. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી આજે રિલીઝ થનારી મહારાજ ફિલ્મના રિલીઝ પર રોક લગાવી દીધી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો