Gujarat Weather  : રાજ્યમાં આગામી સપ્તાહે વરસાદની આગાહી, આ જીલ્લામાં પડશે માવઠું  

0
743
Gujarat Weather
Gujarat Weather

Gujarat Weather  :  ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમીમાં થોડી રાહત થઇ છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયામાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે.

Gujarat Weather

Gujarat Weather  :   આ જિલ્લાઓમાં થઇ શકે છે કમોસમી વરસાદ

Gujarat Weather


Gujarat Weather  : હવામાન વિભાગ દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે, આગામી 10 એપ્રિલના રોજ દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થઇ શકે છે. જ્યારે 11 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Gujarat Weather  :   ગઇકાલે કેટલું હતું મહત્તમ તાપમાન

Gujarat Weather


Gujarat Weather  : ગઇકાલે અમદાવાદમાં 35.7 ડિગ્રી, ડીસામાં 32.7, ગાંધીનગરમાં 36, વલ્લભ વિદ્યાનગરમાં 36.7, વડોદરામાં 36.8, સુરતમાં 36.7, વલસાડમાં 36.2, ભુજમાં 33.2, નલિયામાં 31.2, કંડલા પોર્ટમાં 31.3, અમરેલીમાં 38.2, ભાવનગરમાં 36.6, દ્વારકામાં 29.8, ઓખામાં 31.2, પોરબંદરમાં 33, રાજકોટમાં 38.6, વેરાવળમાં 31.4, સુરેન્દ્રનગરમાં 38.3, મહુવામાં 38.4 અને કેશોદમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો