Home Breaking News Parshottam Rupala : રાજપૂત સમાજ કે રૂપાલા , સરકાર નક્કી કરે, રૂપાલાના...

Parshottam Rupala : રાજપૂત સમાજ કે રૂપાલા , સરકાર નક્કી કરે, રૂપાલાના નિવેદન પર ક્ષત્રીય સમાજ લડી લેવાના મૂડમાં 

0
884
Parshottam Rupala
Parshottam Rupala

Parshottam Rupala : કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા બે દિવસ પૂર્વે માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યા બાદ પણ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના આગેવાનો તેમજ સ્વયં સેવકોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ બહુમાળી ચોક ખાતે આજે કરણી સેના દ્વારા ‘BJP તુજસે બૈર નહીં રૂપાલા તેરી ખૈર નહીં’ સહિતના સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ રૂપાલા જાહેરમાં માફી માંગે અથવા તેમની ટિકિટ કેન્સલ થાય તેવી માગ કરવામાં આવી હતી.

Parshottam Rupala

Parshottam Rupala :  અમદાવાદમાં રાજપૂત સમાજની મોટી બેઠક

Parshottam Rupala

Parshottam Rupala : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ સમ્યો નથી. જોકે, રૂપાલાએ વીડિયો બનાવી ક્ષત્રિય સમાજની માફી પણ માગી લીધી હતી. પરંતુ આજે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી છે. આજની બેઠકમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી રહી છે.

વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રૂપાલાની ટિકીટ રદ થવી જોઈએ. રૂપાલા એકમાત્ર ટાર્ગેટ છે. બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપશે તો અમે તેની સાથે​​​​​​​ અમારી ઈજ્જત પર વાર છે. સમાજ માફ નહીં કરે, અમે 26 બેઠકોમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માગ મૂકી હતી. સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. હાલ રાજકોટ સીટ પૂરતી જ વાત છે. આ બેઠકમાં 90 સંસ્થાના આગેવાનો હાજર છે. માફ કરવામાં નહીં આવે. ટૂંક સમયમાં રાજકોટમાં મહાસંમેલન યોજાશે.

Parshottam Rupala : રાજ્યભરમાં રૂપાલાનું પુતળા દહન કરવામાં આવશે

Parshottam Rupala

ક્ષત્રિય સમાજના આગેવાન વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રૂપાલાના પૂતળાંનું દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાધાન માન્ય નથી, સમાજ અને આગેવાનો જે કરશે તે મુદ્દો ઉઠાવી ટિકિટ રદ થાય તેવા પ્રયાસો કરીશું. પક્ષ સામે વાંધો નથી, વ્યક્તિ સામે વાંધો છે. રૂપાલાનો જ વિરોધ છે, ​​​​​​​તેમના વિરોધમાં મતદાન કરાશે.​​​​​​​ ક્ષત્રિયો તેમની તાકાત બતાવશે. સમગ્ર ગુજરાતમાં 17 ટકા જેટલું ક્ષત્રિય સમાજનું મતદાન છે. રૂપાલાને ઉમેદવાર રાખશો તો પરિણામ બદલવાની અમારી તાકાત છે.

Parshottam Rupala :  રૂપાલાનું શું હતું વિવાદિત નિવેદન


પરષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ‘અંગ્રેજોએ આપણા પર દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો પણ કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો કોઈ વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તો તેમના પર થયા હતા. એ સમયે તેઓ તલવાર આગળ નહોતા ઝૂક્યા.’

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે