Electoral bonds Case: આજે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પરની સુનાવણીમાં SBIને ફટકાર લગાવી છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે, ‘તેણે SBIને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરવા કહ્યું છે અને તેમાં ઈલેક્ટોરલ બોન્ડ નંબર પણ સામેલ છે.
Electoral bonds Case : ઈલેક્ટોરલ બોન્ડ સાથે યુનિક આલ્ફાન્યૂમેરિક નંબરની માહિતી ન આપવા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે આ મામલે 16 માર્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને નોટિસ પાઠવી હતી. કોર્ટે 18 માર્ચ સુધી બોન્ડ નંબર વિશે માહિતી ન આપવા બદલ બેંક પાસેથી જવાબ માંગ્યો હતો.
CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે SBIને સખત ઠપકો આપ્યો હતો. CJIએ SBIના વકીલ હરીશ સાલ્વેને કહ્યું- અમે તમામ વિગતો બહાર લાવવા કહ્યું હતું. આમાં બોન્ડ નંબરની પણ વાત થઈ હતી. SBI આ માહિતી જાહેર કરવામાં પસંદગીયુક્ત ન હોવી જોઈએ. અમારા ઓર્ડરની રાહ ન જુઓ. CJIએ કહ્યું- SBI ઈચ્છે છે કે અમે તેને જણાવીએ કે કઈ માહિતી જાહેર કરવાની છે અને તે માહિતી આપશે. SBIના વલણ પરથી એવું લાગી રહ્યું છે. આ યોગ્ય નથી.
Electoral bonds Case : બેન્ચે 11 માર્ચના નિર્ણયમાં, બેન્ચે SBIને બોન્ડ, ખરીદીની તારીખ, ખરીદનારનું નામ, શ્રેણીની સંપૂર્ણ વિગતો આપવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, SBIએ માત્ર બોન્ડ ખરીદનારા અને રોકડ કરાવનારાઓ વિશે જ માહિતી આપી હતી. કયા દાતા દ્વારા કયા રાજકીય પક્ષને કેટલું દાન આપવામાં આવ્યું તે ડેટામાં જાહેર કરવામાં આવ્યું નથી. આ યુનિક આલ્ફા ન્યુમેરિક નંબરો દ્વારા ઓળખવામાં આવશે.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે ઇચ્છે છે કે ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરવામાં આવે જે SBIના કબજામાં છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે તે SBIને ચૂંટણી બોન્ડ નંબરો જાહેર કરવા કહેશે અને એ પણ એફિડેવિટ દાખલ કરે કે તેણે કોઈ માહિતી છુપાવી નથી. SBI કહે છે કે તે તેની પાસેની દરેક માહિતી આપશે અને બેંક તેની પાસેની કોઈપણ માહિતીને રોકી રાખી નથી.
Electoral bonds Case : રાજકીય પક્ષોએ બોન્ડના યુનિક નંબર માંગ્યા
ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કેટલાક રાજકીય પક્ષોએ એસબીઆઈ પાસેથી બોન્ડના યુનિક નંબરની માંગણી કરી છે. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે તેને નંબરોની જરૂર છે જેથી તે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરી શકે. ભાજપે એસબીઆઈને આવી કોઈ અપીલ કરી નથી.
બહુજન સમાજ પાર્ટીએ કહ્યું કે તેને ચૂંટણી બોન્ડ દ્વારા કોઈ દાન મળ્યું નથી. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) એ પણ કહ્યું કે તેને પણ ચૂંટણી બોન્ડમાંથી દાન મળ્યું નથી. કોંગ્રેસે કહ્યું કે તે SBI દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલ ડેટા જાહેર કરશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો