ART : સ્વાતંત્ર્યવીરોને વિશેષ સ્મરણાંજલિ , જુઓ ગુજરાતના ચિત્રકારનું સર્જન

0
1314
ART : સ્વાતંત્ર્યવીરોને વિશેષ સ્મરણાંજલિ , જુઓ ગુજરાતના ચિત્રકારનું સર્જન
ART : સ્વાતંત્ર્યવીરોને વિશેષ સ્મરણાંજલિ , જુઓ ગુજરાતના ચિત્રકારનું સર્જન

ART : પૂ. રવિશંકર મહારાજના ૧૪૦માં જન્મદિન નિમિતે સ્વાતંત્ર્યવીરોને વિશેષ સ્મરણાંજલિ આપતું ART ચિત્ર પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે. ગુજરાતના જાણીતા ARTIST ચિત્રકાર અશોક ખાંટના 100 ચિત્રોનું પ્રદર્શન અમદાવાદમાં યોજાશે. આપણા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનો અને દેશ સેવા પ્રત્યેની લડત થકી આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ.

ART

અમૃતકાળના વિશેષ કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય વીરોને વિશેષ સ્મરણાંજલિ અર્પવા હેતુ આણંદના જાણીતા ARTIST અશોક ખાંટ દ્વારા ચિત્રિત 100 પોર્ટ્રેઈટ પેન્સિલ રેખાચિત્રો REAL HEROES OF INDEPENDENCE (આઝાદીના અસલી નાયક) નામનું ચિત્ર પ્રદર્શન આગામી તારીખ ૨૫ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪’ દરમ્યાન રોજ સાંજે ૪-૦૦થી ૭-૦૦ કલાક રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન એલીસબ્રીજ અમદાવાદ ખાતે યોજાનાર છે.

ART 2

ART : પૂ. રવિશંકર મહારાજના ૧૪૦માં જન્મદિન નિમિતે યોજાશે ચિત્ર પ્રદર્શન

file

સ્વાતંત્ર્ય સેનાની મુઠ્ઠી ઊંચેરા માનવી પૂ. રવિશંકર મહારાજના ૧૪૦માં જન્મદિન નિમિતે તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના સાંજે ૫-૦૦ કલાકે આ પ્રદર્શનનું વિશેષ ઉદઘાટન રવિશંકર રાવલ કલા ભવન આર્ટ ગેલેરી ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર હસમુખ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. ચિત્ર પ્રદર્શનના અતિથિ વિશેષ તરીકે ગુજરાતી ફિલ્મના જાણીતા સુપર સ્ટાર હિતેન કુમાર અને પૂજય રવિશંકર મહારાજની પૌત્રી શ્રીમતી અંતિમબહેન હેમંત પુરોહિત ખાસ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય વીરોને શ્રધ્ધા સુમન અર્પણ કરી આ પ્રદર્શન ને ખુલ્લું મૂકવામાં આવશે.

WhatsApp Image 2024 02 18 at 21.53.371

ART : અનેક સ્વાતંત્ર્યવીરોનું જીવન અને તેમની ભૂસાએલી છબીઓ જોવા મળશે

WhatsApp Image 2024 02 18 at 21.53.37

વિશેષ પ્રકાશ પાડતા ગૌરવ પુરસ્કાર સન્માનિત ARTIST અશોક ખાંટ જણાવે છે કે તેઓએ 180 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્સિલ રેખાંકનો કાગળ ઉપર તૈયાર કરેલ છે. કચ્છના માંડવી ખાતે શ્યામજી કૃષ્ણા વર્મા મેમોરિયલના નિર્માણ દરમ્યાન સ્વાતંત્ર્ય સેનાનીના તૈલચિત્રો સર્જવાનો શ્રી ખાંટ ને ગુજરાત સરકાર તરફથી અવસર પ્રાપ્ત થયેલ, આ દરમ્યાન અનેક સ્વાતંત્ર્યવીરોનું જીવન અને તેમની ભૂસાએલી છબીઓ તેઓએ ઇન્ટરનેટ માધ્યમથી પ્રાપ્ત કરેલ.

WhatsApp Image 2024 02 18 at 21.53.38

સ્વાતંત્ર્ય વીરોની કેટલીક તસવીરો સાવ અસ્પષ્ટ કે ટીકીટ પર જોવા મળે છે. અસલ ઓળખ વાળી છબીઓ કે ચિત્રોનો સાંકેતિક આધાર લઈ તેઓએ પૂર્ણ વ્યક્તિત્વ દેખાય એ રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓના રેખાંકનો સહજતાથી આલેખ્યા છે. દરેકના જન્મ કે મૃત્યુ દિન સાથે તેમનો ટુંકો પરિચય પણ અહી જોવા મળશે.