ભીતચિત્રોમાં રામાયણ RAMAYAN – કલાતીર્થે કર્યું વારસાનું જતન

0
662
RAMAYAN
RAMAYAN

RAMAYAN- કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ભીંતચિત્રોમાં RAMAYAN રામાયણનુ કલાસંધાન  કલાગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. વડોદરા ના કલાકાર ઝવેરી પ્રદીપ ઝવેરીએ ભારત પરના ખૂણે ખૂણેથી ભારતના રામાયણના ચિત્રોની ફોટોગ્રાફીનું કલેક્શન કર્યું હતું. તેને સુંદર દસ્તાવેજી કરણ  એટલે આ પુસ્તક જયારે ગુજરાતના એક હજાર કરવા વધુ કલાકારો અને કલારસિકોના સરનામે વિના મૂલ્યે પહોંચ્યું ત્યારે જાણે ન ભૂતો : ન ભવિષ્યતિ: જેવું જ દરેકે અનુભવ્યું. આ કલા ગ્રંથ ગુજરાતીમાં ઉપરાંત અમદાવાદના વિમલા ઠક્કર દ્વારા અંગ્રેજીમાં પણ આલેખન કરવામાં આવ્યું છે જે આ પુસ્તકને વૈશ્વિક સ્તરે વિના મૂલ્યે પહોંચાડવામાં ક્યાય કચાશ રહી નથી .RAMAYAN આપણી માતૃભાષામાં કલા સંસ્કૃતિ ચિત્ર શિલ્પ અંગે અનેક આગવા સર્જનાત્મક સંશોધનાત્મક અને કલાવૈવિધ્ય ધરાવતા પુસ્તકો આપીને રમણીકભાઈ

એ ગુજરાતની કલા સંસ્કૃતિના જતન માટે અને સંવર્ધન માટે ઐતિહાસિક દસ્તાવેજો પુરા પાડ્યા છે. જે આવનારી અનેક પેઢીઓને આપણા અણમોલ વારસાથી અવગત કરાવશે. RAMAYAN કોઈપણ જાતના આર્થિક વળતરની અપેક્ષા વગર માત્ર ને માત્ર કલા સંવર્ધનની ખેવના રાખી, કલા વિશે ઉત્તમ સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનું એક ભગીરથ અભિયાન રૂપે કલાતીર્થના રમણીક ઝાપડિયાની આ કલા સાધના માટે ગુજરાતી પ્રજા કાયમ માટે રૂણી રહેશે.

ભીતચિત્રોમાં રામાયણ RAMAYAN

ભારતમાં ભીંતચિત્રો આલેખનની શરૂઆત તો પ્રાગઐતિહાસિક માનવનાં ગુફા રહેઠાણની ભીંતો થી શરૂ થઈ, પરંતુ વ્યવસ્થિત આલેખનનો પ્રકાર તો ઇ.સ. પૂર્વેની બીજી સદીમાં સરગુંજા જિલ્લાની “સીતાબેગા” ગુફાની ભીત પરથી શરૂ થયેલ જોઈ શકાય છે પછી શુંગકાલીન ભારતમાં શાસ્ત્રીય પરંપરાના ચિત્રોની માંડણી અજંતાના કલામંડપોમાં વિકસેલી જોવા મળે છે. સ્થાપત્ય શિલ્પ અને ચિત્રાંકનના ભવ્ય કલાવિધાન ની પ્રવિધિ નું અનુસંધાન માંડી અહીં બૌદ્ધધર્મ પ્રસારાર્થે બુદ્ધ જીવન, જાતક કથાઓ ,તેમજ ઐતિહાસિક અને સામાજિક પરિવેશના ચિત્રો પણ થયા છે… ગુપ્તકાળે ઉન્નત કક્ષાએ પહોંચેલી અજંતાની શાસ્ત્રીય ચિત્રકલાના ચિત્રોની પરંપરા ક્રમશ: આઠમી સદીમાં ક્ષીણ થતી જાય છે.

RAMAYAN – ઐતિહાસિક માનવનાં ગુફા રહેઠાણની ભીંતોથી શરૂ થઈ

કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયા કલા ગ્રંથ વિષે કહે છે કે નવમી સદીથી પૂર્વ મધ્યકાળના અંધકાર યુગમાં રાજસત્તા પલ્ટા, ધર્મ સંકુચિતતા, વિદેશીઓના આક્રમણો વગેરે જેવા સંઘર્ષો શરૂ થયા અને પ્રલંબ ભીંતચિત્રની પરંપરા લુપ્ત થઈ ગઈ.. ભારતના ઐતિહાસિક યુગમાં અજંતાની ગુફાઓના ભીતચિત્ર કલાની દ્રષ્ટિએ પરિપૂર્ણ અને શાસ્ત્રીય છે. ભારતીય ચિત્રકલાનો ઉદભવ ક્યારે થયો એનું ચોક્કસ અનુમાન કરી શકાય. ભારતીયકલા અને સંસ્કૃતિ અંદાજે 5000 વર્ષ જૂની માનવામાં આવે છે.

WhatsApp Image 2024 01 21 at 17.11.19

ભારતીય કલા ઉપર મુખ્યત્વે હિન્દુ ,જૈન અને બૌદ્ધમતોનું પ્રભુત્વ વિશેષ રહેલું છે. ભારતમાં મુઘલોના આગમન પછી ફારસી કલાની અસર વર્તાવા લાગી હતી. આપણા દેશની કલા અન્ય દેશોની જેમ કાલ્પનિક નથી, પરંતુ ભગવાનના જુદા જુદા અવતારો અને સ્વરૂપ ઉપર મોટાભાગે આધારિત છે એની રાજનીતિક પરિસ્થિતિઓની પણ સીધી અસર જોવા મળે છે. હડપ્પીય કાળથી 12 મી સદી સુધી ચિત્રકલાના મુખ્ય માધ્યમ માટેના પાત્રો અને પથ્થરની મૂર્તિઓ હતા આઠમી સદીમાં ચિત્ર માટે તાડપત્રીનો ઉપયોગ કરવામાં આવતો 11મી સદી પછી કાગળનો ઉપયોગ થતો જોવા મળે છે.

RAMAYAN

મુગલોના આગમન પછી ફારસી કલાકારોએ કાગળની ઉપર લઘુચિત્રોની કલા શરૂ કરી જે 18મી સદી સુધી વિકાસ પામી અને પછીથી ચિત્રોની પ્રથા શરૂ થઈ જોવા મળે છે આ રીતે ચિત્રોમાં ધાર્મિક પ્રસંગોમાં મુખ્યત્વે રામાયણના પ્રસંગો જોવા મળે છે ખાસ કરીને ગુજરાતના અનેક સ્થળોમાં તેમાં વિશેષ કચ્છના અનેક ભાગોમાં આ પ્રકારના ચિત્રો એક સમયે ખૂબ જ સચવાયેલા હતા, આજે ભારતીય કલાની આગવી ઓળખ ધરાવતા ભીંતચિત્રો ચિત્રો ક્યાંય જોવા મળતા નથી જે ખૂબ જ આપણા સૌ માટે દુઃખદ ઘટના છે

ભીતચિત્રના અમૂલ્ય વારસાનો આપણે ત્યાં એક સમયે દબદબો ધરાવતો હતો પરંતુ ભૌગોલિક વાતાવરણની અસરો , કુદરતી અને ભૂકંપ જેવી ભયાનક આફતોને કારણે અનેક ભારતીય કલાસૌંદર્યને ઉજાગર કરતા ભીતચિત્રો આપણે ગુમાવવા પડ્યા છે ખાસ કરીને કચ્છના અનેક ગામોમાં ભીંતચિત્રો એક સમયે જોવા મળતા હતા પરંતુ આજે અસ્તાચળના આરે આવીને ઊભા છે તો કોઈ જગ્યાએ સિમેન્ટના લીપણ અને વાઈટવોશ લાગવાને કારણે નષ્ટ પામ્યા છે, જે આપણા સૌ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે,

RAMAYAN 1

પરંતુ જે તે સમયે કચ્છ મુન્દ્રા (હાલ વડોદરા) ના અગ્રણી ઉદ્યોગપતિ અને કલાને સમર્પિત રહીને જીવનારા શ્રી પ્રદીપભાઈ ઝવેરીએ તસવીરકલાના માધ્યમથી આ ભીંતચિત્રોનું દસ્તાવેજીકરણ કરેલ હતું સમગ્ર દસ્તાવેજી કરણ અંગ્રેજી ભાષામાં તૈયાર થયેલું હોવાથી ગુજરાતના છેવાડાના તળ ગામડાના લોકો પણ સમજી શકે તેવા શુભ આશયથી અમદાવાદના વિમલા ઠક્કરે આ દસ્તાવેજીકરણનુ ગુજરાતી રૂપાંતર કરીને ગુજરાતના કલા જગતની ખૂબ મોટી સેવા કરી છે.

RAMAYAN – 174 સપ્તરંગી પુષ્ટિથી સજાવેલો આ ગ્રંથ સંશોધન ક્ષેત્રે ઉપયોગી

રમણીક ઝાપડિયા આ પ્રવુત્તિ વિષે વધુમાં જણાવતા કહે છે કે ગુજરાતરાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે. લહેરી સાહેબ અને ગુજરાત રાજ્યના સનદી અધિકારી અને પૂર્વ માહિતી નિયામક વી.એસ. ગઢવી સાહેબે આ કાર્યને પ્રમાણીને મને સાચા અર્થમાં અભિનંદનનો અધિકારી બનાવ્યો છે. હરહંમેશ મારી પડખે ઊભા રહીને મારા કાર્યને વેગવંતુ બનાવવા માટે મોકળા મને આર્થિક સહયોગ પૂરો પાડીને હંમેશા બીરદાવ્યો છે

તેવા મારા સહહૃદય મિત્ર, સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને ગોપીન ફાઉન્ડેશનના ચેરમેન લવજીભાઈ બાદશાહનો આભાર ન માનું તે કેમ ચાલે..!! તે માટે તેમનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું આ સમગ્ર દસ્તાવેજીકરણ દ્વિભાષા (અંગ્રેજી અને ગુજરાતીમાં) તૈયાર થયું છે અને ભીતચિત્રોની 488 જેટલી રંગીન તસવીરો સમાવવામાં આવી છે.

174 સપ્તરંગી પુષ્ટિથી સજાવેલો આ ગ્રંથ સંશોધન ક્ષેત્રે કામ કરનારા ઈતિહાસવિદો, પુરાતત્વવિદો, કલાની શાળા-મહાશાળાઓ, ગ્રંથાલયો, જ્ઞાનભંડારો,યુનિવર્સિટીઓ અને કલાક્ષેત્રે પગરણ માંડતા અનેક કલાસાધકોના કલાજીવનમાં ઉપયોગી બનશે તેની મને શ્રદ્ધા છે. આપ સૌની સંસ્કૃતિસમૃદ્ધ ,કલા રસિક ,સંસ્કારપ્રિય એવા મારા ગરવા ગુજરાતી ભાઈ બહેનોની સદ્ભાવના, શુભેચ્છાઓ અને સહકારથી મને આ કાર્ય કરવાનું બળ અને પ્રેરણા હરહંમેશ મળતા રહ્યા છે. ભવિષ્યમાં પણ આપનો સહકાર મળવાનો જ છે તેવી મને આત્મશ્રદ્ધા છે. સર્વના સહયોગથી જ ગુજરાતની સંસ્કૃતિ કલા સમૃદ્ધ બનશે એવા શુભ ભાવથી “કલાતીર્થ ટ્રસ્ટ “દ્વારા આ આ કાર્ય થઈ રહ્યું છે