ART – ચિત્રકલામાં વિવિધ પ્રકારની કલાનું સર્જન , સમર્પણ ભાવ

0
251
ART - ચિત્રકલામાં વિવિધ પ્રકારની કલાનું સર્જન , સમર્પણ ભાવ
ART - ચિત્રકલામાં વિવિધ પ્રકારની કલાનું સર્જન , સમર્પણ ભાવ

ART – ચિત્રકલામાં વિવિધ પ્રકારની કલાનું સહજતા પૂર્વક થયેલુ સર્જન જ્યારે એક સાથે એક જ ચિત્રકારનું જોવા મળે તેનો આનંદ અનેરો હોય છે. જેમાં કલાકારનું કલા પ્રત્યેનું સમર્પણ જોવા મળે છે. કલાકાર માટે ART – કલા એજ પ્રભુની આરાધના છે. કલાકાર જ્યારે ART- કલા સર્જનમાં ઓત-પ્રોત થઈ જાય છે ત્યારે કલાનું વિશેષ સર્જન નવ આકાર લેવા લાગે છે. આ નવસર્જન એજ કલાકારની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે છે.

WhatsApp Image 2024 01 25 at 11.08.46

શાંત, સરળ સ્વભાવ ધરાવતા ચિત્રકાર ડિમ્પલ પટેલની ART – કલાની વિવિધતા સભરચિત્રોનું પ્રદર્શન “ધ આર્ટ ગેલરી અમદાવાદની ગુફા” ખાતે ૧૨ જાન્યુઆરીએ યોજવામાં આવ્યું. ART – આ પ્રદર્શનમાં કલાકારે વાસ્તવિક સ્વરૂપે કલામાં સુંદર ખુલ્લા રંગો દ્વારા  જેમાં સુંદરતાના દર્શન થાય છે. પક્ષી જગતની નીરાળી પળો આબેહુબ દર્શાવી છે. તાંજોર કલામાં શ્રીનાથજી ભગવાન તથા શ્રી તિરુપતિ બાલાજી ભગવાનના મોટી સાઈઝના ART – ચિત્રોમાં ઓરનામેન્ટ્સ, જડતર જેવી વિશેષતાઓ ઉપરથી લગાવીને રુડી ઈફેક્ટમાં તૈયાર કરેલ છે.

ART – આર્ટ- ચિત્રકલામાં અદ્ભુત સર્જન જોવા મળ્યું

અશ્વોની ગતિ દર્શાવતા મોટા ચિત્રો અદ્દભૂત ભાસે છે. – પાણીના ધોધનું મોટુ ચિત્ર આબેહુબ અસર ઉપજાવતું જોવા મળે છે. જ્યારે પર્શીયન આર્ટમાં પાંચ થી છ લેયરમાં ખુબ જ સુંદરતા પૂર્વક ઉપસાવ્યા હતા. કોલાજ ક્લે ચિત્રમાં એમ્બોઝ ઈફેક્ટ જોવા મળી. કોફી ચિત્રોમાં આપણી ધરોહર સમી સ્થાપત્ય કલાને ઉપસાવાઈ હતી. તેમજ એબસ્ટ્રેક કલા પણ જોવા મળી સાથે મહાભારતનો ભગવાન શ્રી કૃષ્ણ-અર્જુન રથજીવંત લાગતો હતો.

WhatsApp Image 2024 01 25 at 11.08.47

ચિત્રકાર ડિમ્પલબેન પટેલે કલા વિશે વાત કરતા કહ્યું કે બાળપણથી જ – ચિત્રો દોરવાનો શોખ મને રહ્યો છે અભ્યાસ દરમ્યાન તેમજ પરિવારમાં જવાબદારી નિભાવતા પણ મેં ચિત્રો પ્રત્યે ધ્યાન આપ્યું છે. ઘરના સભ્યો તથા મિત્રોએ પણ મને કલા સર્જનમાં પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. હું જે દિવસે ચિત્રમાં કામ ના કરી શકું તે દિવસ મને અધુરો લાગે છે. ચિત્ર સર્જનનો શોખજ મને એનર્જી પુરી પાડે છે.

WhatsApp Image 2024 01 25 at 16.03.02

વિવિધ – કલાના દર્શન કરાવતા આ પ્રદર્શનના મુખ્ય મહેમાન તથા ઉદ્દઘાટક એવા માનનીય શ્રી પરશોત્તમ રુપાલા સાહેબ (કેન્દ્રીય મંત્રી, ભારત સરકાર, ન્યુ દિલ્હી) એ પ્રદર્શન નિહાળ્યા બાદ કલા પ્રત્યેનો સહજ આદર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ART – કલાની વિવિધતાથી પ્રશન્ન થઈ વિશેષ આશિર્વચન આપ્યા હતા. તેમજ પોતાનો આગવો પ્રતિભાવ મિડીયા સમક્ષ તેમજ લખાણ દ્વારા વ્યક્ત કરેલ છે.

આ ચિત્ર ART – પ્રદર્શનીમાં માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ (કેબીનેટ મંત્રી, ગુજરાત સરકાર, ગાંધીનગર) અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીએ પણ વિવિધતા સભર ચિત્ર પ્રદર્શન નિહાળી કલા પ્રત્યેનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.તેમજ – કલા પ્રત્યેની પોતાની વિચારધારા લખાણ સ્વરૂપે દર્શાવી હતી. તેમજ બન્ને મહાનુંભાવોએ પોતાના વરદ હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા પ્રદર્શન ખુલ્લુ મુક્યુ હતું.