AyodhaRamMandir : અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ પર નિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે. જે અંગેના કાર્યક્રમો, પૂજાવિધિ શરૂ થઈ ચુક્યા છે. સમગ્ર મહોત્સવને પગલે દેશ અને વિદેશમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. દેશના વિવિધ શહેરોમાં શ્રી રામ ભગવાનની શોભાયાત્રાઓ, રેલીઓ યોજાઈ રહી છે. લોકો પોતાના ઘરને દુકાનોને સંસ્થાઓને રોશનીથી સજાવી રહ્યા છે.ત્યારે એક ચિત્રકારે ભગવાન રામની શ્યામવર્ણ મૂર્તિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આહેબુબ ચિત્ર બનાવ્યું છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાનકડા એવા છાયણ ગામના વતની ચિત્રકાર આર્ટિસ્ટ બિપિન પટેલ કે, જેઓ છેલ્લા સાડા સાત વર્ષથી રોજનું એક વોટર કલર પેઇન્ટીગ બનાવે છે. તેવોએ આજે પ્રધાનમંત્રી મોદીની રામભક્તિ દર્શાવતું અદભુત આબેહૂબ ચિત્ર બનાવી તેમાં કલ્પનાના રંગો ભરી પોતાનું 2805મું ચિત્ર ભગવાન શ્રી રામને સમર્પિત કર્યું છે.
AyodhaRamMandir : રામજીની પ્રથમ પ્રતિમાની તસ્વીરને આગવી રીતે કંડારી
આવા રામમય માહોલમાં રામરંગમાં રંગાયેલા મહીસાગરના એક ચિત્રકારે અયોધ્યા રામ મંદિરની શ્રી રામજીની પ્રથમ પ્રતિમાની તસ્વીરને પોતાની કળાથી આગવી રીતે કંડારી છે. જેમાં ચિત્રકારે શ્રીરામની પ્રથમ પ્રતિમાને પ્રધાનમંત્રી મોદી પુષ્પો અર્પણ કરી રહ્યા છે તેવું એક્રેલિક પેપર પર ચિત્ર બનાવી પ્રધાનમંત્રી મોદીની રામભક્તિ દર્શાવતું આબેહૂબ ચિત્ર બનાવી રામ ભગવાનને આ ચિત્ર સમર્પિત કર્યું છે
AyodhaRamMandir : 17 મે 2016થી રોજનું એક ચિત્ર બનાવવાની શરૂઆત કરી
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાનકડા એવા છાયણ ગામના વતની ચિત્રકાર આર્ટિસ્ટ બિપિન પટેલ કે, જેઓ છેલ્લા સાડા સાત વર્ષ પહેલાથી રોજનું એક વોટર કલર પેઇન્ટીગ બનાવે છે. તેમણે 17 મે 2016થી રોજનું એક ચિત્ર બનાવવાની શરૂઆત કરી હતી. જે આજે 2805માં દિવસે ભગવાન રામજીની અયોધ્યા મંદિરમાં જે પ્રતિમા બિરાજમાન થવાની છે, જેની પ્રથમ તસ્વીર સામે આવી છે. તેનું પ્રધાનમંત્રી મોદીની રામભક્તિ દર્શાવતું અદભુત આબેહૂબ ચિત્ર બનાવી તેમાં કલ્પનાના રંગો ભરી પોતાનું 2805મું ચિત્ર ભગવાન શ્રી રામને સમર્પિત કર્યું છે.
AyodhaRamMandir : ચિત્ર બનાવતા ચાર કલાક જેટલો સમય લાગ્યો
ચિત્રકાર બિપિન પટેલને આ ચિત્ર બનાવતા ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. જ્યારે ચિત્ર બનતું હતું અને બની ગયું ત્યારે રામજી મંદિર લુણાવાડા ખાતે દર્શનાર્થે આવેલા ભક્તો પણ ચિત્ર જોઈ આનંદ વિભોર થઈ ગયા હતા અને તેમણે ખૂબ ખુશી વ્યક્ત કરી ચિત્રકારને અભિનંદન પાઠવ્યા હતા.
AyodhaRamMandir : મારા પેઇન્ટિગમાં મેં રામોત્સવને રંગોથી મનાવ્યો છે
આજે આખા દેશમાં રામોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે રામ મંદિર નહોતું બન્યું ત્યારે એક સંકલ્પ લીધો હતો કે, જ્યા સુધી ભવ્ય મંદિર નહિ બને ત્યાં સુધી હું અયોધ્યા નહિ જાઉં. ત્યારે આજે ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે. એનો ઉત્સવ સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યો છે. તો મેં પણ મારા પેઇન્ટીગમાં આ રામોત્સવ રંગોથી મનાવ્યો છે અને આ ચિત્ર મેં તૈયાર કર્યું છે. જેમાં દર્શાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ ભગવાનના ચરણ સ્પર્શ કરી રહ્યા છે અને તેમને ફૂલ અર્પણ કરી રહ્યા છે અને આ ઉત્સવ મનાવી રહ્યા છે. હું ચિત્રકાર હોવાને નાતે એટલું કહીશ કે, ભલે આપણે અયોધ્યા ના જઈ શકીએ પણ આપણે આપણા ઘરે રહી દીવો પ્રગટાવીને રામોત્સવને મનાવીએ.
તમે આ પણ વાંચી શકો છો