RAM PUJA VIDHI : રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમે પણ ઘરે કરો પૂજા, જાણો સાચી રીત અને જરૂરી વાત

0
121
RAM PUJA VIDHI
RAM PUJA VIDHI

RAM PUJA VIDHI : જો તમે તમારા ઘરમાં દરરોજ ભગવાન રામની કરવા માંગો છો, તો જાણો પૂજા સાથે સંબંધિત સરળ રીત અને મહત્વપૂર્ણ બાબતો 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ ઐતિહાસિક દિવસની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રામ નામમાં ઓતપ્રોત થતાં ભક્તો અયોધ્યા જવા માગે છે જો કે, એ વાત તમામ માટે શક્ય ન હોવાથી, દરેક ભક્ત પોત પોતાની રીતે ભગવાનને આવકારવા માગે છે. ત્યારે જો તમે પણ તમારા ઘરમાં દરરોજ ભગવાન રામની પૂજા (RAM PUJA) કરો છો અથવા હવેથી કરવા માંગો છો, તો અમે તમને પૂજા સાથે સંબંધિત સરળ રીત અને મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ. આ દૈનિક પૂજા વિધિઓ અને મહત્વપૂર્ણ મુદ્દાઓ શાસ્ત્રો અને પંડિતોની મદદથી લખવામાં આવ્યા છે.

  • સૌથી પહેલા વહેલા ઉઠો અને સ્નાન કરો અને તમારી જાતને શુદ્ધ કરો.
  • સ્વચ્છ કપડાં પહેરો. જ્યાં ભગવાન રામનું ચિત્ર અથવા રામ દરબાર રાખવાના છો તે સ્થાનને ગંગા જળથી શુદ્ધ કરો.
  • હવે તે સ્થાન પર લાકડાની ચોકી અથવા પાટા લગાવો અને તેના પર લાલ કપડું પાથરીને ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરો.
  • રામ દરબાર અથવા ભગવાન રામના ચિત્રની સાથે કલશની પણ સ્થાપના કરવી જોઈએ.
  • સીતાજીને પૃથ્વી માતાની પુત્રી કહેવામાં આવે છે, તેથી કલશની પૂજા કર્યા પછી, હંમેશા પૃથ્વી માતાની પૂજા કરવી જોઈએ.

ભગવાન રામના ચરણ કમળથી પૂજાની શરૂઆત કરો. તેમને દૂધ, દહીં, ઘી, ગંગાજળ અને મધ અર્પણ કરો. રામ દરબારને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો. હવે ફૂલ, કુમકુમ અને અક્ષતથી ભગવાન રામની પૂજા (RAM PUJA) શરૂ કરો. અગરબત્તી પણ પ્રગટાવો. ઘીનો દીવો અને કપૂરથી ભગવાન રામની આરતી કરો. પૂજા પછી પ્રસાદ તરીકે પંચામૃત લો.

શ્રી રામની પૂજા સાથે જોડાયેલી મહત્વની વાતો​​​​​​​

IMG 0145

RAM PUJA VIDHI

  • ઓમ રાં રામાય નમઃ મંત્રનો જાપ કરતા પૂજા કરો
  • શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી પર જળ ચઢાવો. અભિષેક પણ કરી શકો છો
  • નાડાછડી, ચંદન, ચોખા, ગુલાલ અને ફૂલ ચઢાવો
  • રામાયણની ચોપાઈઓનું વાંચન કરો અથવા રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરો
  • ધૂપ-દીપ પ્રગટાવો. મીઠાઈનો ભોગ ધરાવો. કપૂર પ્રગટાવીને આરતી કરો.

કેવાં ફૂલ અન પાન ચઢાવવાં

  • ફૂલઃ માલતી, કેતકી, ચંપો, કમળ, ગલગોટો, ગુલાબ, મોગરો
  • પાનઃ તુલસી, બીલીપત્ર, કુશ, શમી પત્ર, ભૃંગરાજ, અપામાર્ગ

આરતી ક્યારે અને કેવી રીતે કરવી

  • દિવસમાં 1થી લઈને 5 વાર અરતી કરવી જોઈએ. સવાર-સાંજ પણ કરી શકો છો
  • આરતી શરૂ કરતાં પહેલા 3 વાર શંખ વગાડો. શંખ ધીમા સ્વરે શરૂ કરીને ધીમે-ધીમે વધારો
  • શુદ્ધ કપાસ એટલે રૂની બનેલી ઘીની વાટથી આરતી કરો. તેલનો 
  • ઉપયોગ કરશો નહીં. કપૂરની આરતી પણ કરી શકો છો.
  • વાટની સંખ્યા 1,5,9,11 કે 21 હોઈ શકે છે. આરતી ઘડિયાળના કાંની દિશા પ્રમાણે કરવી જોઈએ
  • આરતીની થાળી ભગવાનના પગમાં ચાર વાર, પછી નાભિ પર બે વાર, ચહેરા પર એક વાર અને સંપુર્ણ મૂર્તિ પર સાત વાર ફેરવો
  • આરતી સૂર અને લયનું ધ્યાન રાખીને કરવી. આરતી ગાતી સમ શુદ્ધ ઉચ્ચારણ કરો
  • આરતી કરતી સમયે તાળી અને ઘંટ એક લયમાં હોવા જોઈએ, મંજીરા, તબલાં, હાર્મોનિયમ પણ વગાડી શકો છો.

RAM PUJA: સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ 

ઘરમાં રામ દરબાર અથવા ભગવાન રામની પૂજા કરવાથી પરિવારમાં એકતા જળવાઈ રહે છે. દરરોજ ભગવાન રામની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. જે ઘરમાં રામનામનો જાપ કરવામાં આવે છે ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે છે.

દરરોજ ભગવાન રામની પૂજા (RAM PUJA) કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આનાથી નિર્ણય લેવાની ક્ષમતા અને સર્જનાત્મકતા વધે છે. ભગવાન રામની પૂજા કરવાથી માતા સીતાની સાથે ભગવાન હનુમાનની પણ કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી તમામ ખરાબ કર્મ દૂર થવા લાગે છે અને સાધકના ઘર અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો