Home State Gujarat મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ હાટ ખાતે “આદિ મહોત્સવ”ને ખુલ્લો મુક્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ હાટ ખાતે “આદિ મહોત્સવ”ને ખુલ્લો મુક્યો

0
391
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ હાટ ખાતે "આદિ મહોત્સવ"ને ખુલ્લો મુક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ હાટ ખાતે "આદિ મહોત્સવ"ને ખુલ્લો મુક્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ હાટ ખાતે “આદિ મહોત્સવ”ને ખુલ્લો મુક્યો

 આદિજાતિ સમુદાયનો વર્તમાન વિકાસ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ

આદિ મહોત્સવ એ આપણા વારસાનું સન્માન અને ગૌરવ કરવાનો અવસર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોએ અમદાવાદ હાટ ખાતે “આદિ મહોત્સવ”ને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે આદિજાતિ સમુદાયનો થયેલો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. તેમણે કહ્યું કે, આદિ મહોત્સવ એ આપણા આદિજાતિ વારસાનું સન્માન અને ગૌરવ કરવાનો અવસર છે. આદિજાતિ સંસ્કૃતિ અને કળાને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે આવા આયોજનો જરૂરી છે. એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરતા કહયું કે, તેમણે ૨૦૦૬માં કચ્છના સફેદ રણ માટે કહેલી વાત સાચી સાબિત થઈ. આજે દુનિયાભરના પ્રવાસીઓ ધોરડોની મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં આયોજિત G20ના સત્રમાં પણ દુનિયાના ખૂણે-ખૂણેથી વિદેશી મહેમાનોએ સફેદ રણની મુલાકાત કરી હતી. એમ તેમણે ઉમેર્યું.

મુખ્યમંત્રીએ  આદિ મહોત્સવના આ આયોજનને વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરતું ગણાવી ઉમેર્યું કે, આદિ મહોત્સવથી આદિજાતિ સમુદાયના કારીગરોને આત્મનિર્ભર બનવા માટે આર્થિક આધાર મળશે. જેનાથી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની વિભાવના સાકાર થશે. એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ ધરતી પર આદિજાતિ સમુદાયના કલ્યાણ માટે આવા આયોજનો અવિરત ચાલતા રહેશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની આદિજાતિ સંસ્કૃતિને નવા ભારત સાથે જોડી આગળ વધારવાની નેમ છે. તેમણે કહ્યું કે જે આદિજાતિ સમુદાય અને માતૃભૂમિના રક્ષણ માટે ભગવાન બિરસા મુંડાના બલિદાનનું કેન્દ્ર સરકાર સન્માન કરે છે.

વાંચો અહીં ઓસ્ટ્રેલિયાની નેધરલેન્ડ સામે 309 રનથી જીત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે