Election : ચૂંટણી પંચ દ્વારા આજે પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી (Election) ની તારીખો જાહેર કરવા કરવામાં આવી છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. જેમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Election) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી. આ સિવાય રાજ્ય સરકારો અને વિવિધ સરકારી એજન્સીઓ સાથે આપણ બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લેવામાં આવ્યા. 5 રાજ્યો (રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ)માં 679 વિધાનસભા બેઠકો છે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી 7 થી 30 નવેમ્બર દરમિયાન યોજાશે, પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
પાંચ રાજ્યોમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી વિધાનસભા ચૂંટણી યોજાશે
તમામ રાજ્યોમાં મત ગણતરી બાદ ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
વિધાનસભા ચૂંટણી તારીખો 2023: 5 રાજ્યોની વિધાનસભાની મુદત ક્યારે પૂરી થશે?
મિઝોરમ – 17 ડિસેમ્બર
છત્તીસગઢ – 3 જાન્યુઆરી
મધ્ય પ્રદેશ – 8 જાન્યુઆરી
રાજસ્થાન – 14 જાન્યુઆરી
તેલંગાણા – 18 જાન્યુઆરી
કુલ 1.77 લાખ મતદાન મથકો :
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમમાં કુલ 1.77 લાખ મતદાન મથકો હશે.કુલ 679 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે :
મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમમાં કુલ 679 વિધાનસભા બેઠકો છે.પાંચ વિધાનસભાની મુદત ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહી છે.
મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 23 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. બાકીના ચાર રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનની વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે.પાંચ રાજ્યોમાં 16 કરોડ મતદારો: ચૂંટણી પંચ
મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, 2023ની વિધાનસભા ચૂંટણી માટે પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમમાં કુલ 16 કરોડ મતદારો છે, જેમાંથી 8.52 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે.
પાંચેય રાજ્યોની મુલાકાત લીધી : ચૂંટણી પંચ
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરતા પહેલા પંચે તમામ પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમની મુલાકાત લીધી હતી.
જુઓ વિધાનસભા ચૂંટણી 2023નું શેડ્યૂલ :
| રાજ્ય (કુલ બેઠકો) | મતદાન સ્ટેજ | મતદાન તારીખ | વિધાનસભા બેઠકો | મત ગણતરી/ચૂંટણીના પરિણામો |
| મધ્ય પ્રદેશ (230) | 1 | નવેમ્બર 17, 2023 (શુક્રવાર) | 230 | ડિસેમ્બર 3, 2023 (રવિવાર) |
| રાજસ્થાન (200) | 1 | નવેમ્બર 23, 2023 (ગુરુવાર) | 200 | ડિસેમ્બર 3, 2023 (રવિવાર) |
| તેલંગાણા (119) | 1 | નવેમ્બર 30, 2023 (ગુરુવાર) | 119 | ડિસેમ્બર 3, 2023 (રવિવાર) |
| મિઝોરમ (40) | 1 | નવેમ્બર 7, 2023 (મંગળવાર) | 40 | ડિસેમ્બર 3, 2023 (રવિવાર) |
| છત્તીસગઢ (90) | 1 (બે તબક્કા) | નવેમ્બર 7, 2023 (મંગળવાર) | 20 | ડિસેમ્બર 3, 2023 (રવિવાર) |
| છત્તીસગઢ (90) | 1 (બે તબક્કા) | નવેમ્બર 17, 2023 (શુક્રવાર) | 70 | ડિસેમ્બર 3, 2023 (રવિવાર) |
દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –
Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?
ટોલ ટેક્સ વધારા પર MNS ચીફ રાજ ઠાકરેનું નિવેદન,વાંચો અહીં
ISRO દરરોજ 100 થી વધુ સાયબર હુમલાનો ભોગ બને છે : એસ સોમનાથ




