Home Desh Ahmedabad Shocker:2 દિવસના માસૂમને પાણીપુરીની લારીમાં તરછોડી બે યુવતીઓ ફરાર, સમગ્ર ઘટના...

Ahmedabad Shocker:2 દિવસના માસૂમને પાણીપુરીની લારીમાં તરછોડી બે યુવતીઓ ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

0
372
Ahmedabad Shocker
Ahmedabad Shocker

Ahmedabad Shocker: શહેરમાં માનવતા અને માતૃત્વને લજવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે આવેલા ભાટ ગામની એક સોસાયટીમાં, બે યુવતીઓ માત્ર બે દિવસના નવજાત શિશુને પાણીપુરીની લારીમાં બિનવારસી હાલતમાં છોડીને રફુચક્કર થઈ ગઈ હતી. બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

Ahmedabad Shocker: શું હતી સમગ્ર ઘટના?

ગઈકાલે 17 માર્ચની રાત્રે અંદાજે 9:10 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે ભાટ ગામ નજીકની કોઠારી હોસ્પિટલ પાસે એક નાનું બાળક તરછોડાયેલું મળ્યું છે. એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે:

  • માત્ર બે દિવસનું માસૂમ બાળક જીવિત હાલતમાં હતું.
  • તેના શરીર પર માત્ર એક જ કપડું લપેટાયેલું હતું.
  • બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે.
Ahmedabad Shocker

Ahmedabad Shocker: CCTV ફૂટેજમાં પાપ ઉઘાડું પડ્યું

પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે:

  1. રાત્રે 8:41 વાગ્યે: બે યુવતીઓ એક સાંકડી ગલીમાં પ્રવેશતી દેખાય છે. એકના હાથમાં બાળક હતું અને બીજી પાસે બેગ હતી.
  2. તકની રાહ: બંને યુવતીઓએ ગલીમાં ઊભા રહીને આસપાસ કોઈ જોતું નથી તેની ખાતરી કરી હતી. લોકોની અવરજવર બંધ થવાની તેમણે બે મિનિટ સુધી રાહ જોઈ હતી.
  3. પાણીપુરીની લારી: સોસાયટીમાં કોઈ ન દેખાતા, બંને યુવતીઓએ ઉતાવળે બાળકને ત્યાં પડેલી એક પાણીપુરીની લારીમાં મૂકી દીધું અને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી ફરાર થઈ ગઈ.

બાળકને તરછોડવાની આખી પ્રક્રિયા માત્ર 2 મિનિટમાં પૂર્ણ કરી બંને યુવતીઓ અંધારામાં ગાયબ થઈ ગઈ હતી.”

Ahmedabad Shocker

Ahmedabad Shocker:પોલીસ તપાસ તેજ

એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સીસીટીવીમાં દેખાતી બંને યુવતીઓ કોણ છે? શું તે બાળકની માતા છે કે અન્ય કોઈ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સોસાયટીના રહીશોમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને અરેરાટી જોવા મળી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે નીચે ક્લિક કરો :

 અમેરિકાનો ઈરાન પર 2700 કિલોનો બોમ્બમારો, ઇઝરાયલે કહ્યું- ‘નવા સુપ્રીમ લીડરને શોધીને મારીશું’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે