Home Main કેગ ના રિપોર્ટમાં ખૂલી ગુજરાત સરકારની પોલ, વન વિભાગની ગેરરીતીઓ આવી સામે,...

કેગ ના રિપોર્ટમાં ખૂલી ગુજરાત સરકારની પોલ, વન વિભાગની ગેરરીતીઓ આવી સામે, 5 વર્ષમાં 18 હજારથી વધુ વૃક્ષ ગેરકાયદે કપાયાં

0
640
કેગ રિપોર્ટ
કેગ રિપોર્ટ

ગુજરાત ના વન્યજીવ અભયારણ્યો સંદર્ભે કેગ નો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેગ ના રિપોર્ટમાં ખુલાસો કરાયો કે, ગુજરાત રાજ્ય પાસે રાજ્યની ચોક્કસ વન નીતિ નથી. રાષ્ટ્રિય વન નીતી અને રાષ્ટ્રિય વન્યજીવ કાર્ય યોજનાના અમલીકરણ માટે પણ કોઈ પદ્ધતિ નથી. ગુજરાત રીંછ સંરક્ષણ અને કલ્યાણ કાર્ય યોજના હેઠળ કામગીરી હજૂ પણ બાકી છે. વન અધિકાર અધિનિયમ નાં ૧૪ વર્ષ પછી પણ મહત્વના વન્યજીવન આવાસ નક્કી થયા નથી. તો વ્યવસ્થાપન યોજનાઓ તૈયાર કરવામાં વિલંબ થયો અને અભયારણ્યો નું સંચાલન હંગામી ધોરણે થયું.

કેગના રિપોર્ટમાં અન્ય બાબતો વિશે જણાવાયું કે, વન કર્મચારીઓને અપાયેલી રાઈફલ સિવાયની રાઈફલની તાલીમ અપાઈ. તપાસ નાકા સ્થપાયા ન હતા અથવા નિષ્ક્રિય હતા. ૨૪ કલાક સંચાર માટે ઉપકરણો પૂરતા પ્રમાણમાં ન હતા. મંજૂરી બાકી હોવા છતાં રસ્તાઓ પહોળા કરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૧ દરમિયાન. વન અને પર્યાવરણ માટેની કુલ અંદાજપત્રીય જોગવાઈ રાજ્ય સરકારની કુલ અંદાજપત્રીય રકમ ૧ ટકા કરતા પણ ઓછી હતી.ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં છેલ્લા દિવસે આજે રાજ્ય સરકારે વન વિભાગનો કેગનો રિપોર્ટ ગૃહમાં રજૂ કર્યો હતો. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ઈતિહાસની સાચવણીમાં ખૂબ જ આળસ અને કેન્દ્ર સરકારની નીતિના અમલમાં ખૂબ જ ઢીલાશ રાખી છે. આસપાસના પાડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકાર સાથે પણ ગુજરાત સરકારે સરહદી અભ્યારણ બાબતે કોઈ જ ચર્ચા-વિચારણા કરી નથી. વાંચો કેગના રિપોર્ટમાં વન વિભાગની કાર્ય પદ્ધતિ બાબતે ગુજરાત સરકારની કરેલી ટીપ્પણીઓ.

કેગના રિપોર્ટમા એમ પણ જણાવાયું કે, ગુજરાતના વનોમાં ગેરકાયદેસર વૃક્ષ છેદનના ૧૮,૪૬૯ કિસ્સા બન્યા છે. આ આંકડો બહુ જ ચોંકાવનારો છે. આ ઉપરાંત લાયકાત ધરાવતા વન ગ્રામીઓને ફાયરઆર્મ ઉપલબ્ધ કરાવવા સૂચના છે. ઈકોટૂરાઝમના ફાયદા સાથે નુકશાનનો ઉલ્લેખ કેગના રિપોર્ટમાં કરાયો. ઈકો ટૂરિઝમના કારણે વન્ય જીવોના રહેઠાણને ખલેલ પહોંચી રહી છે. અભયારણ્યોમા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કચરો જોવા મળ્યો, જે પ્રાણીઓ માટે નુકસાનકારક છે. 

વન વિભાગના કર્મચારીઓની રાયફલ અંગે મોટો ખુલાસો થયો છે. વન વિભાગના કર્મચારીઓને તાલીમ અલગ રાઈફલથી અને ઉપયોગમાં અલગ રાયફલ આપતી હોવાનો ખુલાસો થયો. વિધાનસભામાં ગઈકાલે રજૂ થયેલા વન વિભાગના વર્ષ 2016થી 2021 ના રિપોર્ટમાં ખુલાસો થયો છે. વન વિભાગના કર્મચારીઓને 0.22 રાયફલથી તાલીમ અપાઈ છે, વન વિભાગના કર્મચારીઓને રક્ષણ માટે હાલ 0.12 બારબોરની રાયફલ અપાય છે. જેની જરૂરિયાતના સમયે કર્મચારીઓ કામગીરી કરે તો વિપરીત અસર થઈ શકે છે. 

આમ, કેગના રિપોર્ટમાં ગુજરાતના વન વિભાગને ફટકાર લગાવતા મુદ્દાઓ ટાંકાવમા આવ્યા છે. આ રિપોર્ટ શનિવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે