જ્યાં મહિલાઓ પુરુષો ઉપર લાકડીઓથી કરે છે પ્રહાર, જુઓ  ફોટોગ્રાફી

0
281
જ્યાં મહિલાઓ પુરુષો ઉપર લાકડીઓથી કરે છે પ્રહાર, જુઓ  ફોટોગ્રાફી
જ્યાં મહિલાઓ પુરુષો ઉપર લાકડીઓથી કરે છે પ્રહાર, જુઓ  ફોટોગ્રાફી

ભારતમાં વિવિધ પ્રકારની કલાના દર્શન થાય છે પ્રત્યેક કલામાં તસવીર કલા એટલેકે ફોટોગ્રાફી  પોતાનું આગવું પ્રભુત્વ ધરાવે છે. ફોટોગ્રાફીમાં સામાન્ય દેખાતા દ્રશ્યને પણ આકર્ષિત રીતે રજૂ કરી શકાય છે.  જેમાં લાઇટિંગ, એંગલ તથા ફ્રેમનું ખૂબ જ મહત્વ રહેલું છે.  ભારતમાં તહેવારોનું વિશેષ મહત્વ જોવા મળે છે. અમદાવાદના લલિત કલા ભવન ખાતે શ્રી સોમાલાલ શાહ આર્ટ ગેલેરીમાં તસવીરકાર મુકેશ જે. ઠક્કરે પોતાની આગવી અદભુત ફોટોગ્રાફી પ્રદર્શન યોજ્યું છે .  

2 1

આ ફોટોગ્રાફી જેમાં “વ્રજ હોળી” પર મોટી સાઈઝમાં રંગીન મનમોહક તસવીરો દર્શાવવામાં આવી હતી. “વ્રજ હોળી” ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ વૃંદાવનમાં હોળીનો તહેવાર પરંપરાગત રીતે રિવાજ પ્રમાણે ઘણા વર્ષોથી ઉજવવામાં આવે છે. આ એ જ વૃંદાવન જ્યાં શ્રીકૃષ્ણએ પોતાનું બાળપણ વિતાવ્યું હતું. બરસાના અને નંદગામના ગોસ્વામી સમાજ દ્વારા રાધાજીના મંદિરના બંધ પરિસરમાં વ્રજ હોળીની ઉજવણી કરવામાં આવે છે. તેઓ સાંજના સમયે સરઘસ સ્વરૂપે તેમના ધાર્મિક ધ્વજ સાથે મંદિરમાં આવે છે. નંદગામ ના પુરુષો બરસાના ની મહિલાઓ સાથે લઠ્ઠમાર  હોળી રમે છે. જેમાં મહિલાઓ પુરુષો ઉપર લાકડીઓથી પ્રહાર કરે છે અને પુરુષો ચામડાની ઢાલ વડે પોતાનું રક્ષણ કરે છે. બીજા દિવસે આ પ્રક્રિયાનું નંદગાવ ખાતે પુનરાવર્તન થાય છે, પરંતુ આ વખતે બરસાના ના પુરુષો નંદગાવની મહિલાઓ સાથે લઠ્ઠ માર હોળી રમે છે. જે ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી સહિત ગોપીઓ વચ્ચેના રમતિયાળ ક્રિયા પ્રતિક્રિયાનો પ્રતીક છે. આ ઉત્સવ સામાન્ય રીતે દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ ધાર્મિક વિધિઓ, સાંસ્કૃતિક પ્રદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનો સમાવેશ થાય છે.

1 1

આ ફોટોગ્રાફી પ્રદર્શન બરસાના અને નંદગાવ ખાતે ઉજવાતી વ્રજ હોળીના સમગ્ર પહેલું ના દર્શન કરાવે છે. આ પ્રદર્શનમાં વૃંદાવન ખાતે યમુનાજીના નદીના ઘાટ પર યમુનાજીની આરતી અને વૃંદાવનની સ્ટ્રીટ ફોટોગ્રાફી પણ સમાયેલ છે.  વ્રજ હોળી ઉત્સવની ફોટોગ્રાફી કરવી ખૂબ જ મુશ્કેલ છે. જમીન પર પાણી તથા રંગોના થર હોય, ખીચો ખીચ ભક્તોની ભીડ હોય તથા સતત રંગોની છોડો ઉડતી હોય તેવામાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ હોય છે. કેમેરાને સાચવતું જવાનું અને પોતાની જાતને પણ સંભાળવી આ પરિસ્થિતિમાં મહત્વની પળોને  કેમેરામાં કેદ કરવી ખૂબ  અઘરી છે.