અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ

0
67
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

 જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

સ્વચ્છતા માટે તમામ સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધાનું આયોજન

સ્વચ્છતા માટે લગભગ ૧૧ જેટલાં માપદંડો નક્કી કરવામાં આવ્યા

સૌથી સ્વચ્છ સેવા કેમ્પને એવોર્ડ આપવામાં આવશે

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે. આ મહામેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે મેળામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે મિડીયાને માહિતી આપતા જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષની જેમ અલગ અલગ સેવા કેમ્પો સેવા માટે આવે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં એક નવિન પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્વચ્છતા માટે તમામ સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે અંબાજીના તમામ વિસ્તારને પાંચ અલગ અલગ ઝોનમાં વહેચવામાં આવ્યા છે અને તેના સુપરવીઝન માટે પાંચ ટીમો પણ બનાવવામાં આવી છે. સ્વચ્છતા માટે લગભગ ૧૧ જેટલાં માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેના આધારે દરેક સેવા કેમ્પનું એસેસમેન્ટ અને રેન્કિંગ કરવામાં આવશે અને એમાં જે સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી એવોર્ડ આપવામાં આવશે.

આ વર્ષે અંબાજી મેળો પ્લાસ્ટીકમુક્ત થાય એના માટે અપીલ કરતા કલેક્ટરશ્રીએ કહ્યું કે, સેવાકેમ્પો અને યાત્રાળુઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવામાં આવે અથવા તો ઓછામાં ઓછો કરવામાં આવે અને જો પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો જરૂરી લાગતો હોય તેવા સંજોગોમાં બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટીક કે જીપીસીબીની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરીએ.

            કલેક્ટરએ જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમ મેળામાં સ્વચ્છતા માટે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને એક સમિતિ બનાવવામાં આવી છે. અંબાજીના રસ્તામાં આવતા તમામ ગામોની અંદર અને સેવા કેમ્પોમાં જે કચરો પેદા થાય છે એના નિકાલની પણ આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત કોર્પોરેશન તથા આજુબાજુની નગરપાલિકા દ્વારા પુરતા પ્રમાણમાં મેન પાવર આપવામાં આવનાર છે. જેના દ્વારા સતત સફાઈ કાર્ય કરીને મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જીપીસીબીના સહયોગથી કચરાને રિસાઇકલ કરવાનું પણ આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું.

વાંચો અહીં નૌતમસ્વામીની અધ્યક્ષપદેથી હકાલપટ્ટી


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.