દેવભૂમિ દ્વારકા બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત બીજી ઘટનામાં સામોર પાટીયા પર બોલેરોનો અકસ્માત, અને ત્રીજી ઘટનામાં ખંભાળિયા માર્કેટ યાર્ડ નજીક કાર બેકાબુ બની અને અકસ્માત સર્જાયો . દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માતો ની હારમાળા સર્જાઇ જામ ખંભાળીયા દ્વારકા હાઇવે પર અલગ અલગ ત્રણ અકસ્માત ની ઘટના બની….જેમાં પ્રથમ અકસ્માત લીંબડી નજીક બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે ઘટના બની જેમાં 108 મારફતે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા . ઇજાગ્રસ્તોને ખંભાળિયા સારવાર અપાયા બાદ વધુ સારવારની જરૂર જણાતા જામનગર રીફર કરવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બાઇક ઓવર સ્પીડ માં હોય તેમજ એક બાઇક પર ચાર લોકો સવાર હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે…
અન્ય બીજો અકસ્માત સામોર ગામના પાટીયા નજીક એક બોલેરો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાઇ જેમાં 8 જેટલા લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક ખંભાળિયા ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ચાર લોકોને વધુ સારવાર ની જરૂર હોવાથી જામનગર ની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે..જ્યારે અન્ય ત્રીજો અકસ્માત ખંભાળિયા માર્કેટ યાર્ડ નજીક એક ફોર વ્હીલ કાર ડાઇવઝૅના પથ્થર સાથે અથડાતા કારમાં સવાર પાંચ લોકોમાંથી એક મહિલા ઇજાગ્રસ્ત થતા ખંભાળિયા ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા…આ ત્રણેય અલગ અલગ અકસ્માતની ઘટનામાં 12 જેટલા લોકો ઘવાયા હતા તેમજ એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું
આપને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસ્ક્માંતની ઘટનાઓ વધારે બની રહી છે તાજેતરમાં બગોદરા બાવળા હાઇવે પર 12 જેટલા લોકોના મૃત્યુના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં દ્વારકા માં એક સાથે અલગ અલગ જગ્યાએ અકસ્માતની હારમાળા સર્જાઈ છે. દક્ષીણ ગુજરાતના મુંબઈ હાઇવે પર બે દિવસ પહેલા અકસ્માતના બનાવો સામે આવ્યા હતા આ ઉપરાંત બે દિવસ પહેલા અમદાવાદમાં એલીસબ્રીજ પ્ર જમાલપુરના યુવકને એક કાર ચાલકે ટક્કર મારીને ભાગી છૂટ્યો હતો. અને યુવકનું મોત થયું હતું. તથ્ય કંદ ક્યારેય લોકો ભૂલી નહિ શકે .. પરંતુ સવાલ એ થાય છેકે શું બેફામ ડ્રાઈવિંગ અથવા ટ્રાફિકના નિયમો કેમ લોકો નથી પલટા અને પોતાનો તથા અન્યનો જીવ જીવ જોખમમાં મૂકી રહ્યા છે.