Home State Gujarat Tragedy in Kaprada: કપરાડાના ‘ડેથ ઝોન’ કુંભઘાટ પર કાળમુખો અકસ્માત, ઈકો કારનો...

Tragedy in Kaprada: કપરાડાના ‘ડેથ ઝોન’ કુંભઘાટ પર કાળમુખો અકસ્માત, ઈકો કારનો કચડઘાણ નીકળતા એક જ પરિવારના 5નાં મોત

0
352
Tragedy in Kaprada

Tragedy in Kaprada: જિલ્લાના કપરાડા તાલુકામાંથી પસાર થતા કુખ્યાત કુંભઘાટ પર આજે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી એક ટ્રક અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આંબા જંગલ ગામના એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. આ વિચિત્ર અકસ્માતમાં અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

Tragedy in Kaprada: વળાંક પર કાળ ભેટ્યો: કારનો નીકળી ગયો કચડઘાણ

મળતી વિગતો મુજબ, કપરાડાના આંબા જંગલ ગામનો પરિવાર ઈકો કારમાં સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. કુંભઘાટના જોખમી વળાંક પાસે સામેથી આવતી ટ્રક સાથે કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો લોખંડી કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર સભ્યોને બહાર કાઢવા પણ મુશ્કેલ બન્યા હતા.

Tragedy in Kaprada

Tragedy in Kaprada: ઘટનાસ્થળની કરુણતા

  • મૃત્યુઆંક: અકસ્માતમાં પરિવારના 5 સભ્યોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
  • બચાવ કામગીરી: ધડાકાનો અવાજ સાંભળી આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતા. લોકોએ પતરાં કાપીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
  • ઈજાગ્રસ્તો: ગંભીર રીતે ઘાયલ 2 સભ્યોને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આંબા જંગલ ગામમાં માતમ

Tragedy in Kaprada

એક જ પરિવારના પાંચ-પાંચ સભ્યોના સામૂહિક મોતની ખબર વાયુવેગે ગામમાં પહોંચતા આખું આંબા જંગલ ગામ હિબકે ચડ્યું છે. પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

કુંભઘાટ ફરી બન્યો ‘ખૂની’

કપરાડાનો કુંભઘાટ તેના જોખમી વળાંકો માટે કુખ્યાત છે. અગાઉ પણ અહીં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે, ત્યારે આજની આ ઘટનાએ માર્ગ સલામતી સામે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો :સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં ઐતિહાસિક સુધારો: હવે ફિક્સ પગારનો અનુભવ પણ ગણાશે ‘માન્ય’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે