HomeDeshહત્યાઃઉત્તરપ્રદેશના મૈનપુરીમાં પાંચ લોકોની હત્યા

હત્યાઃઉત્તરપ્રદેશના મૈનપુરીમાં પાંચ લોકોની હત્યા

ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં હત્યા

આરોપીએ કુહાડીના ઘા મારી પાંચ લોકોની હત્યા કરી

હત્યા બાદ આરોપીએ કરી આત્મહત્યા  

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાંથી હત્યાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં ઘરમાં સૂતેલા પાંચ લોકોને કુરતા પુર્વક મોતને ઘાટ ઉતારવાનો મામલો સામે આવ્યો છે. આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, મૈનપુરીના કિશ્ની પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલપુરા અરસરા ગામમાં શનિવારે સવારે એક પરિવારના પાંચ લોકોની સામૂહિક મર્ડરથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આ અંગે પ્રપ્ત માહિતિ અનુસાર  ગામના રહેવાસી શિવવીર સિંહે તેના બે ભાઈઓ, પત્ની, ભાભી, ભાઈની પત્ની અને મિત્રની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી. તેણે પોતાની જાતને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અનેક પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. હત્યાકાંડની માહિતી મળતાં જ એસપી વિનોદ કુમાર અને અનેક પોલીસ સ્ટેશનોની ફોર્સ ગામમાં પહોંચી ગઈ હતી. બે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હત્યા કયા કારણોસર કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

વાંચો અહીં ભાજપે કર્યા ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments