ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળ્યો નથી: કોંગ્રેસ

0
168

કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બહુમત મેળવ્યા બાદ આખરે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં જાન આવી હોય તેવું લાગી રહ્યું છે. વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાયે ગુજરાતમાં ચાલતા જનમંચ કાર્યક્રમ થકી 16 જિલ્લાઓમાં અનેક લોકોની સમસ્યા અને રજૂઆત ધ્યાને લઇ  માહિતી આપી હતી. જેમાં ગુજરાતમાં રોજગારીથી લઈ અનેક વિકાસના કામો અને કૌભાંડ જેવા મુદ્દા ઉપર પત્રકારોને સંબોધન કર્યું હતું. ત્યારે આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ અને કોંગ્રેસ કિસાન સેલના ચેરમને પાલ આબલિયાએ ડુપ્લીકેટ બિયારણ બજારોમાં વેચાય છે તે બાબતે માહિતી આપી હતી. રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં હજુ કેટલાક ખેડૂતોને સહાય મળી નથી તે બાબતે પણ સ્પષ્ટતા કરી હતી. પાલ આબલિયાએ જણાવ્યું હતું કે ખરેખર જે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે તેમણે કૃષિ સહાય પેકેજનો લાભ મળ્યો નથી અને જિલ્લા ખેતી અધિકારી દ્વારા પણ અમુક જગ્યા ખોટી માહિતી રજૂ કરવામાં આવી હતી.