વેશ્યાવૃતિમાં સામેલ થવું તે ગુનો નથી, પણ… : મુંબઈ સેશન્સ કોર્ટ

0
44

મુંબઈ સેશન્સ કોર્ટે આશ્રય ગૃહમાંથી વેશ્‍યાવૃત્તિમાં સામેલ ૩૪ વર્ષીય મહિલાને મુક્ત કરવાનો આદેશ આપતા કહ્યું છે કે, “વેશ્યાવૃતિમાં સામેલ થવું તે ગુનો નથી, પરંતુ જાહેર સ્થળે આવું કરવાથી અન્ય લોકોને તકલીફ થાય તો તે ગુનો કહી શકાય. પીડિતાને માત્ર તેના કામના આધારે કસ્ટડીમાં રાખવી યોગ્ય નથી. જો આવા સંજોગોમાં પીડિતા માતા હોય તો તેના બાળકોના ભવિષ્યને જોતા મહિલાને માત્ર તેના કામના આધારે કસ્ટડીમાં રાખવી તે તેના અધિકારોની વિરુદ્ધ હશે.” આ મામલો મુલુંડનો છે, જ્યાં દરોડા પાડીને મહિલાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારે મેજીસ્ટ્રેટ કોર્ટે મહિલાને સંભાળ, રક્ષણ અને આશ્રય માટે એક વર્ષ સુધી કસ્ટડીમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો. જેને મહિલાએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે મેજીસ્ટ્રેટ કોર્ટના ચૂકાદાને મૂળભૂત અધિકારોનો હવાલો આપીને પલટાવી નાખ્યો હતો અને આ ચૂકાદો આપ્યો હતો.