HomeGujaratખંભાળિયાનું વહાણ યમનમાં ભસ્મીભૂત

ખંભાળિયાનું વહાણ યમનમાં ભસ્મીભૂત

ખંભાળિયા તાલુકાના સલાયા ગામનું સુલતાને ઓલિયા” નામનું અને બીડીઆઈ 1482 રજીસ્ટ્રેશન નંબર ધરાવતું વહાણ યમનમાં ગની ઝપેટમાં આવી ગયું હતું. આશરે 1100,ટન જેટલી કેપેસિટીનું આ જનરલ કાર્ગો વહાણ યમનના મકલા પોર્ટ ખાતે હતું, ત્યારે કોઈ કારણોસર તેમાં અકસ્માતે આગ લાગી હતી અને થોડીવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આ વહાણ મહદઅંશે બળીને ખાખ થઈ ગયું હતું. આ આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.જો કે આ વહાણમાં રહેલા તમામ ખલાસીઓ સહી સલામત હોવાનું અને કોઈ મોટી જાનહાની ન સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments