US Grants Tariff Relief to Indian Pharma: ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે અમેરિકાથી મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના વાણિજ્ય વિભાગે ભારત સહિત 20 દેશોમાંથી આયાત થતી કેટલીક સ્પેશિયાલિટી દવાઓ અને સંબંધિત ફાર્માસ્યુટિકલ ઘટકો પર 100 ટકા ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 29 સપ્ટેમ્બરથી કેટલીક પેટન્ટેડ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર 100 ટકા ડ્યૂટી લાગુ થવાની પ્રક્રિયા વચ્ચે આવ્યો છે.
US Grants Tariff Relief to Indian Pharma: કઈ દવાઓને મળશે ઝીરો ટેરિફનો લાભ?
અમેરિકાના નવા નિયમો મુજબ દુર્લભ બીમારીઓની દવાઓ, ન્યુક્લિયર મેડિસિન, પ્લાઝ્મા આધારિત થેરાપી, ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ, સેલ અને જીન થેરાપી, એન્ટિબોડી ડ્રગ કન્જુગેટ્સ તથા કેટલીક પશુચિકિત્સા દવાઓ જેવી કેટેગરીને ચોક્કસ શરતો હેઠળ 0 ટકા એડ વેલોરમ ટેરિફ મળી શકે છે. ભારતને આ પાત્ર દેશોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
US Grants Tariff Relief to Indian Pharma: ભારતીય ફાર્મા કંપનીઓ માટે શું મહત્વ?
આ નિર્ણયથી અમેરિકન બજારમાં આ પ્રકારની વિશેષ દવાઓની નિકાસ કરતી ભારતીય કંપનીઓને ટેરિફના વધારાના બોજમાંથી રાહત મળી શકે છે. જોકે, તમામ ભારતીય દવાઓ પર 0% ટેરિફ લાગુ થયો નથી. અમેરિકાના Section 232 ફાર્માસ્યુટિકલ ટેરિફમાં સામાન્ય જેનરિક દવાઓ અને તેમના સંબંધિત ઘટકો પહેલેથી જ સામેલ નથી.
ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અમેરિકાના બજારમાં મહત્વપૂર્ણ નિકાસકાર છે. તેથી પસંદગીની દવાઓને મળેલી આ ટેરિફ રાહતથી સંબંધિત ભારતીય નિકાસકારોને અમેરિકન બજારમાં ખર્ચની દૃષ્ટિએ રાહત મળી શકે છે.

