AMC દ્વારા ઇસનપુર વસંતનગરમાં ડિમોલેશન ડિમોલેશન

0
167

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસનપુર વસંતનગર રામગીરી વાસમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાતા.વસંતનગર રામગીરીમાં વર્ષોથી રહેતા 300 જેટલા પરિવારો દ્વારા પ્રધાનમંત્રી આવાસની યોજના અંગે વિરોધ દર્શાવ્યો હતો..વસંત નગર ચુનારાવાસમાં રહેતા દેવીપુજક સમાજના 300 થી વધુ પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે કોઈને મકાન મળશે કે નહીં મળે તે અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો.. વિરોધને પગેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ તેમજ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો..સ્થાનિકોનો વિરોધ છે કે અહીં ગરીબોના મકાન છીનવી લેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે.જો કે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી અને ઘરમાં રહેતા લોકોને ઘર ખાલી કરી નાખવા જણાવવામાં આવ્યું છે. દેવીપુજક સમાજના લોકોનો વિરોધ છે કે અમારે અહીં જ રહેવું છે અને 40 વર્ષોથી વધુ સમયથી રહેતા લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિરોધ કરી રહ્યા છે..ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઝુપડપટ્ટી હટાવીને નવા પાકા મકાનો આપવાની યોજના છે. પરંતુ સ્થાનિક લોકોને બિલ્ડર દ્વારા દ્વારા મકાન મળશે કે નહીં મળે તેમજ ભાડું નહિ આપતા હોવાને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ