Home State Gujarat Historic Judgment: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 આતંકીઓની ફાંસી...

Historic Judgment: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 આતંકીઓની ફાંસી અને 11ની આજીવન કેદની સજા યથાવત, ટ્રાયલ કોર્ટના નિર્ણય પર મહોર

0
103
Historic Judgment
Historic Judgment

Historic Judgment: વર્ષ 2008ના ચકચારી અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે એક ઐતિહાસિક અને ન્યાયના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નીચલી અદાલત (ટ્રાયલ કોર્ટ) ના ચુકાદાને સંપૂર્ણપણે યથાવત રાખતા તમામ દોષિતોની અપીલ ફગાવી દીધી છે. આ સાથે જ 38 આરોપીઓને ફાંસી (મૃત્યુદંડ) અને 11 આરોપીઓને આજીવન કેદની સજા બહાલ રાખવામાં આવી છે. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો ચુકાદો છે, જેમાં આટલી મોટી સંખ્યામાં આતંકવાદીઓની ફાંસીની સજા ઉચ્ચ અદાલત દ્વારા યથાવત રાખવામાં આવી હોય.

આ સાથે જ હાઈકોર્ટે તમામ મૃતકોના આશ્રિતોને 10 લાખ રૂપિયા, ગંભીર ઈજાગ્રસ્તોને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર 31 માર્ચ 2027 સુધીમાં ચૂકવવાનો પણ મહત્વનો આદેશ રાજ્ય સરકારને કર્યો છે.

Historic Judgment

Historic Judgment: ચુકાદા સમયે કોર્ટ રૂમ નં. 39માં છવાયો સન્નાટો, હાઈકોર્ટ કિલ્લામાં ફેરવાઈ

18 વર્ષ જૂના આ ભયાનક આતંકી હુમલાના ચુકાદાને પગલે આજે હાઈકોર્ટ પરિસરમાં અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

  • ચુસ્ત સુરક્ષા: ડીસીપી હર્ષદ પટેલની આગેવાનીમાં ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસના પીઆઈ સહિત 120થી વધુ જવાનો અને એસઆરપી (SRP) ની ટુકડીઓ તહેનાત કરાઈ હતી.
  • કડક તપાસ: બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા સવારથી જ સમગ્ર કોર્ટ પરિસરની તપાસ કરવામાં આવી હતી. વકીલો સિવાય અન્ય કોઈને પણ પ્રવેશ અપાતો નહોતો અને બેગ સ્કેનિંગ પછી જ એન્ટ્રી મળતી હતી.
  • શાંત માહોલ: હાઈકોર્ટના રૂમ નંબર 39માં જ્યારે માનનીય જજ દ્વારા ચુકાદો વાંચવામાં આવ્યો, ત્યારે ત્યાં હાજર 25થી વધુ વકીલો અને પોલીસ અધિકારીઓ વચ્ચે એકદમ શાંતિનો માહોલ હતો. ચુકાદો જાહેર થતાં જ કોર્ટ રૂમ બહાર કાયદો-વ્યવસ્થા જાળવવા વધુ 40 પોલીસકર્મીઓ ગોઠવી દેવાયા હતા.

Historic Judgment: શું હતો સમગ્ર મામલો અને નીચલી કોર્ટનો ચુકાદો?

26 જુલાઈ, 2008ના શનિવારે સાંજે 6:15 થી 7:45 વાગ્યા સુધીના માત્ર 90 મિનિટના ગાળામાં અમદાવાદ શહેરના 20 અલગ-અલગ વિસ્તારોમાં સાયકલ, કાર અને બસોમાં ગોઠવેલા 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ વિસ્ફોટોમાં 56 નિર્દોષ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને 200થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આતંકવાદીઓએ સિવિલ અને એલ.જી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પણ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા, જેથી ઘાયલોની સારવારમાં પણ અવરોધ ઉભો થાય.

અગાઉ, અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 13 વર્ષની લાંબી કાનૂની લડત બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ (એ દિવસે પણ મંગળવાર જ હતો) 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી 38 ને ફાંસી અને 11 ને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ ફટકારી હતી, જ્યારે 29 ને શંકાનો લાભ આપી છોડી મૂકાયા હતા. આ સજા સામે દોષિતોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જે આજે નામંજૂર થઈ છે.

Historic Judgment: પેપરબુકના 7.88 લાખ પાના: તપાસનો સૌથી મોટો દસ્તાવેજ

આ કેસની તપાસ ભારતીય ન્યાયતંત્રની સૌથી જટિલ તપાસોમાંની એક છે:

  • કુલ FIR અને ચાર્જશીટ: કેસમાં અમદાવાદ અને સુરત મળી કુલ 35 FIR અને 548 ચાર્જશીટ દાખલ થઈ હતી.
  • વિશાળ પુરાવા: કોર્ટે 6,000 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 1,163 સાક્ષીઓની જુબાની નોંધી હતી.
  • ચુકાદાનું કદ: નીચલી અદાલતનો ચુકાદો જ 7,000 પેજનો હતો, જ્યારે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયેલી કુલ પેપર બુક 7.88 લાખ પાનાની હતી!

Historic Judgment: હાલોલ અને કેરળના જંગલોમાં અપાઈ હતી પાઇપ બોમ્બ બનાવવાની ટ્રેનિંગ

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, પ્રતિબંધિત સંગઠન ‘SIMI’ (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા) ના આતંકી સફદર નાગોરી અને કયામુદ્દીન સહિતના આતંકવાદીઓએ પંચમહાલના હાલોલ નજીક જંગલોમાં અને કેરળમાં ટ્રેનિંગ કેમ્પ યોજ્યા હતા.

જાન્યુઆરી 2008માં યોજાયેલા હાલોલ કેમ્પમાં 20 થી વધુ આરોપીઓ ટ્રેકિંગ બહાને ગાડીઓ અને બાઈક લઈને આવ્યા હતા અને એક દરગાહના મુસાફરખાનામાં રોકાયા હતા. તેઓ વહેલી સવારે જંગલોમાં જતા અને રાત્રે પરત ફરતા. આ કેમ્પમાં જ કયામુદ્દીન નામના આતંકીએ પેટ્રોલ બોમ્બ અને પાઇપ બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપી હતી, જેમાં જેહાદી ભાષણો આપી ભીડભાડ વાળા વિસ્તારોને નિશાન બનાવવાનું ષડયંત્ર રચાયું હતું. ગુજરાત પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરી કુલ 82 આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમને આખરે હાઈકોર્ટ તરફથી પણ તેમના ગુનાની આકરી સજા મળી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરતમાં આકાશી આફત, વરાછાની દિવાળીબાગ ઇન્ડસ્ટ્રીઝમાં ઘૂંટણસમા પાણી ભરાયા, કતારગામ પોલીસ સ્ટેશન સામે જળબંબાકાર; પાંચ વૃક્ષો ધરાશાયી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે