Home State Gujarat Ahmedabad Rain Exposed AMC: પ્રી-મોન્સૂન પ્લાનની ખુલી પોલ, સરેરાશ માત્ર ૧ ઈંચ...

Ahmedabad Rain Exposed AMC: પ્રી-મોન્સૂન પ્લાનની ખુલી પોલ, સરેરાશ માત્ર ૧ ઈંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબોળ, અંડરપાસ બંધ, રોડ બેઠા અને કરંટ લાગવાથી નાગરિકો મુશ્કેલીમાં

0
99
Ahmedabad Rain Exposed AMC

Ahmedabad Rain Exposed AMC: મેગા સિટી અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની ધજ્જિયા ઉડાવી દીધી છે. રાત્રે ૧૨થી ૨ વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ માત્ર ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો, જેમાં પશ્ચિમ વિસ્તારના ઓગણજમાં સૌથી વધુ ૪ ઈંચ અને ગોતામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સરેરાશ ૧ ઈંચ જેવા સામાન્ય વરસાદમાં પણ શહેરના રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા છે, અંડરપાસ બંધ કરવા પડ્યા છે અને અનેક જગ્યાએ અકસ્માતો સર્જાયા છે, જેને પગલે જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Ahmedabad Rain Exposed AMC

Ahmedabad Rain Exposed AMC: ૩ અંડરપાસ કલાકો સુધી બંધ, વહેલી સવારે વાહનચાલકો અટવાયા

ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતાં શહેરના મુખ્ય ૩ અંડરપાસ—અખબારનગર, મીઠાખળી અને મકરબા અંડરપાસ—વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવા પડ્યા હતા. AMC તંત્રને આ અંડરપાસમાંથી પાણી ઉલેચવામાં અધધ ૪ કલાક જેટલો સમય લાગ્યો હતો. સવારે ૭ વાગ્યા પછી પાણી ઓછું થતાં આ અંડરપાસ ફરી શરૂ કરાયા હતા, ત્યાં સુધી સવારના નોકરિયાતો અને વાહનચાલકો ભારે ટ્રાફિક જામમાં ફસાયા હતા.

Ahmedabad Rain Exposed AMC

Ahmedabad Rain Exposed AMC: હેલમેટ સર્કલ પાસે રોડ બેસી ગયો; ચાંદલોડિયામાં ખાડાઓનું સામ્રાજ્ય

  • ભુવો પડવાની ભીતિ: શહેરના વ્યસ્ત ગણાતા વિજય ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગ પર ડ્રેનેજ લાઇનના મેઈન હોલની આજુબાજુનો આખો રોડ બેસી ગયો છે. અહીં ગમે ત્યારે મોટો ભુવો પડે તેવી ભયજનક સ્થિતિ હોવા છતાં AMC દ્વારા યોગ્ય બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું નથી, જે મોટી હોનારતને આમંત્રણ આપી રહ્યું છે.
  • મણકા તૂટી જાય તેવા રસ્તા: ચાંદલોડિયા વંદેમાતરમ વિસ્તારમાં વૃંદાવન હાઇટ્સથી સેવી સ્વરાજ તરફ જવાનો આખો રોડ બિસ્માર બન્યો છે. ચોમાસા પહેલાં રોડ પ્રોજેક્ટ વિભાગે માત્ર એક જ તરફનો રોડ બનાવ્યો અને બીજી તરફનું કામ અધૂરું છોડી દેતા વાહનચાલકોની કમરના મણકા તૂટી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
Ahmedabad Rain Exposed AMC

Ahmedabad Rain Exposed AMC: ચાંદખેડામાં સ્ટ્રીટલાઈટના થાંભલામાંથી કરંટ લાગતા એક વ્યક્તિ હોસ્પિટલમાં

ચોમાસામાં AMCની બેદરકારી વધુ એકવાર જીવલેણ સાબિત થઈ રહી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા સારથી બંગલોઝ ગોકુલધામ પાસે સ્ટ્રીટલાઇટના થાંભલામાં શોર્ટ સર્કિટના કારણે કરંટ ઉતર્યો હતો. આ લોખંડના થાંભલાથી એક નિર્દોષ નાગરિકને જોરદાર કરંટ લાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

Ahmedabad Rain Exposed AMC: રસ્તામાં ગાબડું પડતાં મહિલા ફસાઈ; બે જગ્યાએ દિવાલ ધરાશાયી

  • સૈજપુરમાં અકસ્માત: સૈજપુર વિસ્તારના બંગલા એરિયાના મુખ્ય રોડ પર મોટું ગાબડું પડી જતાં એક મહિલા તેમાં ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી મહિલાને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડી હતી.
  • દિવાલ પડી: દૂધેશ્વર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે અને નાના ચિલોડાના નોબલ નગર પાસે આવેલી આંગન સોસાયટીમાં દિવાલો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. સદનસીબે આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

Ahmedabad Rain Exposed AMC: ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

  • પશ્ચિમ ઝોન (ભારે વરસાદ): ઓગણજમાં ૪ ઈંચ, ગોતામાં ૩ ઈંચ, રાણીપમાં પોણા ત્રણ ઈંચ. જ્યારે ચાંદલોડિયા, સાયન્સ સિટી, ચાંદખેડા, જગતપુર, સરખેજ, જોધપુર, બોપલ અને એસ.જી. હાઇવે પર ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. વાસણા, નવરંગપુરા, આશ્રમરોડ અને પાલડીમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો.
  • પૂર્વ અને અન્ય ઝોન (૧ ઈંચ વરસાદ): અસારવા, મેમકો, જમાલપુર, દરિયાપુર, નરોડા, સરદારનગર, એરપોર્ટ, મણિનગર, વટવા, ઇન્દ્રપુરી, લાંભા, રામોલ, હાથીજણ, કઠવાડા, વસ્ત્રાલ, ઓઢવ, દૂધેશ્વર, કાલુપુર અને હંસપુરા જેવા વિસ્તારોમાં ૧ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સરકારી શાળાઓ પ્રાઇવેટને ટક્કર આપશે, વડોદરામાં ₹૧૫ કરોડના ખર્ચે બનશે રાજ્યની પ્રથમ ‘કોન્સેપ્ટ સ્કૂલ’, વડોદરા બનશે NEPનું મોડેલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે