આસામની બોલો જનજાતિએ કર્યું નવા વર્ષનું સ્વાગત

0
524

સંગીત અને નૃત્ય કરીને આદિજાતિએ ઉત્સવનો આનંદ માણ્યો

આસામની બોલો જનજાતિએ ચિરાંગમાં રોંગજાલી બ્વિસાગુની ઉજવણી કરી. તેમના નવા વર્ષનું આનંદપૂર્વક સ્વાગત કર્યું . પરંપરાગત પોશાકમાં સંગીત અને નૃત્ય કરીને આદિજાતિએ ઉત્સવનો ભરપૂર આનંદ માણ્યો. આ ઉજવણીમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી, દરેક જણ ઉજવણીમાં સમાન રીતે સામેલ હતા. તહેવાર વિશે માહિતી આપતા, સ્થાનિકોએ કહ્યું કે આજે અમે એકબીજાને શુભેચ્છાઓ આપી હતી.  7-દિવસીય આ તહેવાર નવા વર્ષને આવકારવા માટે ઉજવવામાં આવે છે અને આસામના સૌથી લોકપ્રિય મોસમી તહેવારોમાંનો એક છે. આદિવાસીઓ આ તહેવાર દરમિયાન ભગવાન શિવની પૂજા કરે છે.