HomeDesh ઓડિશાના સંબલપુરમાં કર્ફ્યુ,જાણો શું છે સમગ્ર મામલો

 ઓડિશાના સંબલપુરમાં કર્ફ્યુ,જાણો શું છે સમગ્ર મામલો

શુક્રવારે હનુમાન જયંતિની રેલી દરમિયાન હિંસાના પગલે શનિવારે ઓડિશાના સંબલપુરમાં આગામી સૂચના સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. શહેરની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી મેળવ્યા પછી, સંબલપુર ઉપ-જિલ્લા અધિકારીએ ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC) ની કલમ 144(1) હેઠળ કર્ફ્યુ જાહેર કર્યો છે. નગર પોલીસ સ્ટેશન, ધનુપાલી પોલીસ સ્ટેશન, ખેતરાજપુર પોલીસ સ્ટેશન, આંથાપલી પોલીસ સ્ટેશન, બરેપલી પોલીસ સ્ટેશન અને સંબલપુરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના કાર્યક્ષેત્ર હેઠળ, આવતા વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિ ને તાત્કાલિક અસરથી ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી.  કે, સંબલપુર એસડીએમ પ્રવેશ ચંદ્ર દંડાસન દ્વારા એક સત્તાવાર આદેશ જણાવે છે કે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી સવારે 8 થી 10 અને બપોરે 3.30 થી સાંજના 5.30 સુધી કરી શકાય છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments