સુરતમાં જોત જોતમા કાર અગન ગોળામાં ફેરવાઇ

0
307

અડાજણમાં વિસ્તારમા સ્નેહ સંકુલની વાડી સામે આવેલ શાંતિવિલા રો હાઉસમાં રહેતા જીગરભાઈ નિરંજનભાઇ પટેલ ગત રોજ સાંજના સમયે પત્ની અને બે બાળકો સાથે બહાર ગયા હતા. ત્યારે રાત્રે પરત ફરતી વખતે સાડા નવ વાગ્યાના સમયે મધુવન સર્કલ ટ્રેનિટી બિઝનેસ હબ નજીક તેમની વેગેનાર કાર ના બોનેટમાં ધુમાડા દેખાતા તેઓએ ગાડી રોકી હતી.જ્યા એકાએક કારમાં ધુમાડા બાદ આગ ફાટી નીકળતા કાર ભડભડ સળગી ઉઠી હતી. જોત જોતામાં આખે આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી.ઘટનાને પગલે કારમાં સવાર અને રોડ પરથી પસાર થતાં તમામ લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. આ અંગે ફાર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ગાડી સ્થળ પર આવી પહોંચી હતી. અને આગને કાબુ લીધી.

ફાયર ઓફિસર જણાવ્યા મુજબ સી એન જી કારના આગળના બોનેટમાં હીટિંગ બાદ આગ ફાટી નીકળી હતી.આગ લાગી તે સમયે કારમાં ફેમિલી સવાર હતું. પરંતુ સમય સુચકતા વાપરી કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત બહાર ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી હતી.તો બીજી બાજુ ગણતરીની મિનિટોમાં જ ફોર વ્હીલ કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ જ્યાં ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.ઘટનામાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.